ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લોકડાઉન ખતમ, હવે માત્ર રવિવારે સંપૂર્ણ લોકડાઉન
લખનઉ, કોરોનાને ફેલાતો રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ હતું. જેને હવે સમાપ્ત કરવામાં આવ્યું છે. અનલોક 4 માટેની સ્થિતિઓની સમીક્ષા કરીને યોગી સરકારે વીકેન્ડ લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. હવે શનિવરા અને રવિવારની જગ્યાએ માત્ર રવિવારના દિવસે સંપૂરણ લોકડાઉન લાગુ રહેશે. મંગળવારે લખનઉમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય જણાવ્યો છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપતા જણાવ્યું કે રાજ્યમાં તમામ બજાર અને દુકાનો હવે સવારે નવથી રાત્રિના નવ સુધી ખોલી શકાશે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
શનિવારે પણ દુકાનો ખોલી શકાશે, પરંતુ શનિવાર રાતે 12 વાગ્યાથી રવિવારે રાત્રે 12 વાગ્યા સુધી સંપૂર્ણઁ લોકડાઉન લાગુ રહેશે. આર વાતની જાણકારી પ્રદેશના અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આપી. ઉલ્લેખનીય છે કે રવિવારે કેન્દ્ર સરકારે અનલોક 4ની ગાઇડલાઇન જાહેર કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે રાજ્યમાં લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરી છે. આ સિવાય આ બેઠકની અંદર સરકારે કોરોના ટેસ્ટ વધારવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં રાજ્યમાં દરરોજ 1.5 લાખ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.