ઉત્તર ભારતના ખૂંખાર ડાકુ પંચમસિંઘ હૃદયપરિવર્તન થતા રાજયોગી બન્યા હતા
૧૨૫ હત્યા અને બે કરોડનું ઇનામ ધરાવનાર ડાકુ પંચમ સિંહ મોડાસા શહેરના વિદ્યાર્થીઓને જાગૃત કરી રહ્યા છે.
મોડાસા, ભારતના ઇતિહાસમાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિના નામથી તો સૌ કોઈ પરિચિત છે પણ આવો જ એક ચહેરો આજે ભારતમાં છે કે જે ડાકુ પંચમ સિંહથી રાજયોગી તરીકે ઓળખાઇ રહ્યા છે ખૂંખાર ડાકુમાંથી રાજયોગી બનેલા પંચમસિંઘે અને બ્રહ્મકુમારી સંસ્થાના સહયોગથી મોડાસા શહેરના બીબીએ ,બીસીએ અને એમ. એસ સી આઈ.ટી કોલેજ ના વિધાર્થીઓ માટે ઈશ્વરિય રાજયોગનો સેમિનાર કરી તમામ વિદ્યાર્થીઓને જીવન એક નવા માર્ગ અંગે જાગૃત કર્યા હતા
ડાકુ પંચમ સિંઘ નો જન્મ 1922માં થયો હતો અને 36વર્ષની ઉંમરે ડાકુ બની ને14વર્ષ સુધી 556 ડાકુઓના સરદાર બનેલા પંચમ સિંહ ચૌહાણ નું પરિવર્તન સન 1972 માં દિલ્હીમાં સમર્પણ કરી 1973માં વાલિયા લૂંટારા માંથી વાલ્મીકિ બન્યા હતા.જે ઉત્તરપ્રદેશ ,રાજસ્થાન,મધ્યપ્રદેશમાં ડાકુની ધાક જમાવી રાખી હતી 125 હત્યા તેમજ બે કરોડનું ઇનામ ધરાવનાર ડાકુ હાલમાં રાજયોગી તરીકે જાણીતો બન્યો છે. ડાકુ પંચમ સિંહ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું પરંતુ અધ્યાત્મના માર્ગે હાલમાં 98 વર્ષની ઉંમરે પણ અડીખમ ઉભા છે
બાળપણથી જ ગામમાં અન્યાયની સામે હથિયાર ઉઠાવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડાકુની ગેંગના મુખ્યસરદાર બન્યા બાદ હત્યા થકી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો જેના પગલે સરકારે પણ આ મુદ્દે ગંભીરતા દાખવી પંચમ સિંહ ની અટકાયત કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ફાંસી ની સજા આપી હતી
જો કે તત્કાલીન રાષ્ટ્રપતિ એ પંચમ સિંહ માં આવેલા પરિવર્તનને પગલે તેમની દયાની અરજી સ્વીકારી તેમને મુક્ત કર્યા હતા ત્યારબાદ પંચમ સિંઘ પોતાના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવી બ્રહ્માકુમારી ઐશ્વર્ય સંસ્થા દ્વારા ભારતની 400થી વધારે જેલોમાં અધ્યાત્મ અંગેની વાત કરી હતી તેમજ માનવીના મનની સ્થિતિ સમજાવી માનવીને ઉર્ધ્વગામી જીવન બનાવવા સેમિનાર યોજાઈ રહ્યા છે જેના પગલે મોડાસા બીબીએ ,બીસીએ અને એમ. એસ સી આઈ.ટી કોલેજ ના વિધાર્થીઓ સાથે બદલાવવાની તેમજ બદલવાના પ્રયાસો થકી આવેલા પરિવર્તનની પણ વાત કરી હતી જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે 125 હત્યા કર્યા બાદ પણ જો પંચમ સિંઘ પોતાનું જીવન બદલી શકતો હોય તો આપના માં બેઠેલા કોઈપણ પણ વ્યક્તિ પણ પોતાનું જીવન બદલી શકે છે…
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંસ્થાના મંત્રી સુરેન્દ્રભાઈ શાહ,એમ.એસ.સી આઈ.ટી ના પ્રિન્સિપાલ પરિમલ શાહ અને બી બી એ કોલેજના પ્રિન્સીપાલ ડો.તુષાર ભાવસાર ,બ્રહ્માકુમારી મોડાસા ના ઇન્દિરા બેન , પરીન જોશી દ્વારા કરી સમાજ ને ફરી વાલિયા લુંટારા માંથી વાલ્મીકિ બનેલા પંચમ સિંહની આત્મકથા સાંભળીને સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું હતું.