ઉત્તર ભારતમાં આગામી ૨ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે

નવીદિલ્હી, દેશમાં હવામાનમાં ફેરફારની પ્રક્રિયા દર થોડા દિવસો પછી ચાલુ રહે છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં ઠંડી જામી રહી છે અને સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ઘણા ભાગોમાં વરસાદ, ઠંડી અને ધુમ્મસના પ્રકોપ સાથે આગામી થોડા દિવસોમાં તાપમાનમાં વધઘટ જાેવા મળશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આગામી ૪૮ કલાક સુધી ઠંડી યથાવત રહેશે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું જાેર યથાવત રહેવાની શક્યતા છે. આ સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જાે કે દિલ્હીમાં દિવસ તડકો રહેશે પરંતુ ઠંડા પવનો પણ ફૂંકાશે. સાથે જ સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ જાેવા મળશે.
આઇએમડી અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. ૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ દિલ્હીમાં ૯ ફેબ્રુઆરીની આસપાસ વરસાદ પડી શકે છે.HS