ઉત્તર ભારતમાં તાપમાનમાં ધટાડો આવી શકે છે: હવામાન વિભાગ
નવીદિલ્હી, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેર પોતાના ચરમ પર પહોંચી ગઇ છે અને નવા વર્ષના પ્રારંભમાં અનેક જગ્યાઓ પર ગાઢ ધુમ્મસ છવાયેલુ રહ્યું મૌસમ વિભાગે કહ્યું કે શીતલહેરનો સામનો કરી રહેલ ઉત્તર ભારતમા તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસના વધારો થવાની સાથે ત્રણ જાન્યુઆરીથી રાહત મળે તેવી સંભાવના છે. અફગાનિસ્તાન અને તેની આસપાસ પશ્ચિમ વિક્ષોભનાકારણ ેચક્રવર્તી પ્રવાહ બનેલ છે આગામી ૪૮ કલાક દરમિયાન તેના મધ્ય પાકિસ્તાન તરફ વધવાની સંભાવના છે પશ્ચિમી વિક્ષોભના પરિણામ સ્વરૂપ હવાનું ઓછું દબાણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં બનેલ છે.
મૌસમ વિભાગે કહ્યું કે આ પ્રભાવોને કારણે ચાર છ જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ કે બરફવર્ષા થઇ શકે છે. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ કે બરફવર્ષા થઇ શકે છે આ મુદ્તમાં હિમાલયના પશ્ચિમી ક્ષેત્રમાં કેટલીક જગ્યાઓ પર કરા પડવાની સંભાવનાની આશંકા છે.
મૌસમ વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં શીતલહેર ચાલી રહી છે. પંજાબ હરિયાણા ચંડીગઢ અને દિલ્હી પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં આગામી ૨૪ કલાક દરમિયાન આ સ્થિતિ રહેશે.
દિલ્હીમાં શીતલહેરના પ્રકોપ વચ્ચે ન્યુનતમ તાપમાન ૧૫ વર્ષમાં સૌથી ઓછું ૧.૧ જિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું જયારે ગાઢ ધુમ્મસના કારણે દ્શ્યતા શૂન્ય થઇ ગઇ દિલ્હીના સફદરગંજ વેધશાળામાં ન્યુનતમ તાપમાન ૧.૧ સેલ્સિયસ નોંધાયુ જે ગત ૧૫ વર્ષમાં સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા આઠ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ શહેરમાં ન્યુનતમ તાપમાન ૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું અત્યાર સુધી સૌથી ઓછું તાપમાન જાન્યુઆરી ૧૯૩૫માં ૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષ જાન્યુઆરીમાં ન્યુનતમ તાપમાન ૨.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
હરિયાણા અને પંજાબમાં પણ શીતલહેરનો પ્રકોપ રહ્યો અને હિસ્સામાં ન્યુનતમ તાપમાન શૂન્યથી ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું બંન્ને રાજયોમાં હરિયાણાનું હિસાર સૌથી ઠંડુ સ્થાન રહ્યું પંજાબના કરીદકોટમાં શૂન્યથી નીચે ૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.
ઉત્તરપ્રદેશના અલગ અલગ ચોવીસ કલાકમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની સ્થિતિ બનેલ છે.રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થવાથી લોકોને ભારે ઠંડીથી રાહત મળી છે રાજયનું એક માત્ર પર્વતીય પર્યટક સ્થળ માઉન્ડ આબુમાં ન્યુનતમ તાપમાન શૂન્ય ડિગ્રી દાખલ થયું હતું.રાજયમાં કેટલાક સ્થાનો પર મધ્ય સ્તરના વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીરમાં ઠંડી યથાવત રહી છે.HS