ઉત્તર ભારતમાં ધુમ્મસનો પ્રકોપ: માર્ગ અકસ્માતમાં આઠના મોત
નવીદિલ્હી, ઉત્તર ભારતમાં બર્ફીલા પવનો ફુંકાયા હતાં પંજાબના અમૃતસરના મેદાનોમાં સૌથી ઓછું તાપમાન નોંધાયુ હતું જયારે ગાઢ ધુમ્મસને કારણે ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી જયાં ઓછી દ્શ્યતાને કારણે બસ અને ગેસ ટેન્કરની ટકકરમાં આઠ લોકોના મોત નિપજયા હતાં.હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઘણા ડુંગરાળ વિસ્તારોમાં તાપમાન ઠંડકથી નીચે ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમૃતસરમાં દેશના મેદાનોમાં સૌથી ઓછું તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે અમૃતસરમાં મહત્તમ તાપમાન ૮.૨ ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય કરતા ૧૩ ડિગ્રી ઓછું હતું અમૃતસરમાં મનાલી સિમલા અને શ્રીનગર કરતા ઠંડો પડી રહ્યો છે.
દિલ્હીમાં લધુતમ તાપમાન ૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું જયારે ગાઢ ધુમ્મસને કારણે પાલન વિસ્તારમાં વિઝીબિલીટી સવારે ઘટીને ૧૦૦ મીટર થઇ ગઇ હતી જમ્મુ કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં મોસમની સૌથી ઠંડી રાત હતી કાશ્મી ખીણમાં ઠંડક રહેતી ઠંડીને કારણે તાપસમન ઘણા ડિગ્રી સેલ્સિયસ નીચે થીજી જતાં નીચે આવી ગયું હતું હિમાયલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હતું મનાલી ડાલહૌસી કેલોંગ અને કલ્પમાં તાપમાન શૂન્યથી નીચે પહોચી ગયું છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન લધુત્તમ તાપમાન ૧થી ૨ ડિગ્રી સુધી ધટયું છે ઉત્તરપ્રદેશન કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે આ સિવાય રાજયના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સપેટમાં છે પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર દ્શ્યતા ઓછી હોવાને કારણે ઉત્તરપ્રદેશમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજયા છે.HS