ઉત્તર ભારતમાં ભારે ઠંડી: ગાઢ ધુમ્મસે લોકોની પરેશાની વધારી

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલ ભારે ઠંડી પડી રહી છે.મૌસમ વિભાગ આઇએમડીના જણાવ્યા અનુસાર ઉત્તરી પશ્ચિમી બર્ફીલી હવાઓનો દૌર હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ સુધી જારી રહી શકે છે તેને કારણે પંજાબી લઇ હરિયાણા રાજસ્થાન દિલ્હી એનઆરઆઇ અને યુપી એમપી સુધી ભારે ઠંડી પડી રહી છે આગામી બે દિવસમાં ઘુમ્મસની અસર પણ જાેવા મળશે આ દરમિયાન પાટનગર દિલ્હીાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઇ છે સફરના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એકયુઆઇ આજે સવારે ૩૩૯ દાખલ કરવામાં આવેલ જે ગંભીર શ્રેણીમાં આવે છે.
પંજાબ અને હરિયાણાના અનેક સ્થાનો પર ન્યુનતમ તાપમાન સામાન્યથી નીચે દાખલ થયું હરિયાણાના નારનૌલમાં પારો ૧.૮ ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યો નારનૌલમાં આ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું હતું હિસારમાં રાતનું તાપમાન ૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ જે સામાન્યથી પંચ ડિગ્રી ઓછી છે ભિવાની ૪.૯ ડીગ્રી અને અંબાલામાં ૫.૪ ડિગ્રીમાં પણ ન્યુનતમ તાપમાન સામાન્યથી ઓછું નોંધાયુ.
મૌસમ વિભાગ અનુસાર પંજાબ હરિયાણા રાજસ્થાન સહિત દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં આજે સવારે ધુમ્મસ જાેવા મળ્યુ હતું જેને કારણે વિજિબિલિટી ઓછી નોંધાઇ હતી આગ્રા અને અંબાલામાં આજે સવારે વિજિબિલીટી ૨૫ મીટરની નજીક નોંધાઇ જયારે બિહારના પૂર્ણિયા ભાગલપુર અને આસપાસના વિસ્તરોમાં દ્શ્યતા ૫૦ મીટરની નજીક નોંધાઇ હતી કૈલાશ શહેર અગરતલા અને ગોરખપુરમાં દ્શ્યતા ૨૦૦ મીટર જયારે પટણા ગયા ડાલ્ટેનગંજ લખનૌ તેજપુર માલદાસ કોલકતા ઝાંસી ગ્વાલિયરમાં આજે સવારે દ્શ્યતા ૫૦૦ મીટરથી ઓછું નોંધાયુ હતું.
હિમાલયી પશ્ચિમ બંગાળના વિસ્તારો બિહાર આસામ મેધાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે ધુસ્સમ રહ્યું જેને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો મૌસમ હવામાન અનુસાર આ વિસ્તારોમાં આગામી ૨૪ કલાક સુધી ભારે ધુમ્મસ છવાયેલુ રહેવાની સંભાવના છે આઇએમડીએ મધ્યપ્રદેશમાં પણ આગામી બે દિવસ સુધી ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે.HS