Western Times News

Gujarati News

ઉત્તર ભારત ઠંડુગાર : જનજીવન સંપૂર્ણ ઠપ્પ

ચંબા

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં વિક્રમી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશમાં લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ૨૮ લોકોના મોત થયા છે. જયપુર-દિલ્હી હાઇવે પર અકસ્માતો સર્જાયા છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે.

જનજીવન ખોરવાયુ છે. લોકોને હાલ રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી નથી. એલર્ટના કારણે લોકો સાવધાન થઇ ગયા છે. હરિયાણામાં જુદા જુદા વિસ્તારમાં પારો ગગડી ગયો છે. હિસારમાં પારો ૦.૨ ડિગ્રી થયો છે. આવી જ રીતે નારરોલ ખાતે પારો ૦.૫ ડિગ્રી થયો છે. રોહતકમાં પારો ૧.૮ ડિગ્રી થયો છે. હાલમાં ભીષણ ઠંડી જારી રહે તેવી શક્યતા છે જુદા જુદા રાજ્યોમાં Âસ્થતી ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન પર માઠી અસર થયેલી છે.

રાજ્યના તમામ વિસ્તારોમાં ભેખડો ધસી પડવા અને નવેસરથી પુરના કારણે ૩૨૩ રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા પાંચ ઉપર વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પુરની સ્થિતિ  સર્જાયેલી છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. શિમલા આરટીઓ ઓફિસની પાસે ભેખડ ધસી પડતા અફડાતફડી મચી ગઇ છે.

આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. લાહોલ, સ્પીતી જિલ્લામાં મનાલી તરફ જતા નેશનલ હાઈવે ઉપર કોકસર પાસે પુલ ધરાશાયી થતાં વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. મનાલી-લેહ હાઈવેને પણ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે ચંબા અને કાંગરા જિલ્લાની સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં Âસ્થતિમાં સુધારો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટુકડીઓ પહોંચી ચુકી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે.

જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી આ બંને રાજ્યોમાં બરફની ચાદર વચ્ચે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. ધુમ્મસ અને ઠંડીના કારણે ટ્રેન અને વિમાની સેવા પર પ્રતિકુળ અસર થઇ છે.સમગ્મર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં છે. દિલ્હીમાં પારો પાંચથી નીચે પહોંચી ગયો છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદરજાવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે.

હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જા કે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવીઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લડાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસમાં છે.

જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસમાં છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જા કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમા સતત હિમવર્ષા થઇ છે.મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે.

રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પારો બેથી પાંચ ડિગ્રી રહ્યો છે. દેસના જુદા જુદા રાજ્યોમાં કાતિલ ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ખાસ કરીને રાજસ્થાનમાં લોકો મુશ્કેલીમાં છે. રાજસ્થાનના ચુરુ, બિકાનેર સહિતના ભાગોમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હીમાં સામાન્ય લોકોને વધારે મુશ્કેલી પડી રહી છે. દિલ્હીમાં રાત્રિ તાપમાન બે ડિગ્રી નોધાયું છે. શિમલામાં લઘુત્તમ તાપમાન ૨.૮ ડિગ્રી થયું છે. ચારેબાજુ ધુમ્મસના લીધે શ્રેણીબદ્ધ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.