ઉત્સાહ ઉમંગ તથા ઉલ્લાસપૂર્વક ઉજવાયું દિપાવલી પર્વ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઉત્સવ પ્રિય નગરજનોએ દિવાળીના તહેવારો ભારે ઉલ્લાસ તથા ઉત્સાહપૂર્વક ઉજવ્યા. મંદિરોમાં દિવાળી તથા બસતા વર્ષના પર્વના દિવસે મંદીરોમાં ભારે ભીડ જાવા મળી. દિવાળીના આગલા દિવસે બજારોમાં પણ ભારે ભીડ જામી હતી.
જેને કારણે દિવાળી તથા બેસતા વર્ષ તથા ભાઈબીજને દિવસે મોટા ભાગના બજારો બંધ રહ્યા હતા અને વેપારીઓએ દિવાળી તથા બેસતા વર્ષના દિવસે સારા મુહુર્તમાં લક્ષ્મીપૂજનક તથા ચોપડાપૂજન કરી નવું વર્ષ શુભદાયી તથા ફળદાયી નીવડે એવી લક્ષ્મીજી પાસે પ્રાર્થના કરી રંગેચંગે દિવાળી પર્વની ઉજણી કરી હતી.
દિવાળીમાં ફટાકડાં ફોડવાની પ્રણાલીકા સૈકાઓથી ચાલી આવતી પ્રણાલિકા છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં ર૦ થી રપ ટકાનો વધારો હતો. પરંતુ ફટાકંડા ફોડવાનો આનંદ કંઈક અનેરો હોય છે. વિવિધ પ્રકારના ફટાકડાંઓ ફોડી, નગરજનોએ ભરપેટે આનંદ માણ્યો હતો. ફટાકંડા ફોડ્યા બાદ આકાશમાં જે રંગબેરંગી તારાઓનું સર્જન થતું હતુ તે દ્રષ્ય એક અનેરૂ દ્રષ્ય હતુ.
દિવડા એટલે ગુજરાતી સંસ્કૃતિની આસ્થા. ઘેર ઘેર દિવડા પ્રગટાવી, નવા વર્ષના આગમનને સત્કારવા લોકોમાં થનગનાટ જાવા મળતો હતો. ઘેર ઘેર દિવડા થાય તોરણીયા બાંંધવાથી લક્ષ્મીજીની કૃપા થાય એવી એક માન્યતા છે. વડીલોનું કહેવું છે કે દિવાળીની રાત્રે લક્ષ્મીજી ફરવા નીકળે છે. અને દિવડા પ્રગટેલા જાઈ ખુશ થતાં હોય છે.
સાથિયા એ તો માત્ર ઘરની શોભા જ નહીં પરંતુ શુકન પણ ગણવામાં આવે છે. જેમ પ્રગટેલા દિવડા જાઈ લક્ષ્મીજી ખુશ થતાં હોય છે. તેમ ઘર આંગણામાં પુરવામાં આવેલા રંગબેરંગી સાથિયા જાઈ પણ તેઓ ખુશ થયા છે. ઘણી સંસ્થાઓ રંગોળી હરિફાઈ પણ યોજતા હોય છે. આસોપાલવના તોરણો ઘરે ઘરે બાંધેલા જાવા મળતા હતા. આસોપાલવના તોરણ એ પણ શુકન ગણવામાં આવે છે.
નવા વર્ષ નૂતન વર્ષાભિનંદન આપવાના તથા વડીલોના આશિર્વાદ મેળવવાની પ્રણાલિકા ભલે સૈકાઓ જૂની હોય પરંતુ આજે પણ એ પરપરા જળવાઈ રહી છે. એકબીજાને મળી સાલ મુબારક પાઠવી એક બીજાને શુભેચ્છા પાઠવતા હોય છે તથા વડીલોના આશિર્વાદ મેળવતા હોય છે.
દિવાળીના પર્વમાં તથા બેસતા વર્ષના દિવસે નવા-નવા કપડાં પહેરી દર્શનાર્થે ભક્તો મંદિરોમાં જતાં હોય છે.
શહેરના મંદિરોમાં પણ ભગવાન તથા માતાની મૂર્તિઓને અનોખા શણગારથી સજવામાં આવ્યા હતા. મંદિરોને રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યુ હતુ. શહેરના ઘણા મંદિરોમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સારંગપુર, રણછોડજી, જમાલપુર દરવાજા પાસે આવલા સૈકા જૂના પ્રસિધ્ધ જગન્નાથજીનું મંદિર, સ્વામિનારાયણ મંદિરો, ઈસ્કોન મંદિર વેગેરે મંદિરોમાં દર્શનાર્થીઓનો ભારે ધસારો જાવા મળતો હતો.
મંદિરો આસોપાલવના તોરણો તથા ફૂલના ગોટાઓથી મંદિરને શણગારવામાં આવ્યા હતા. ભારે ઉત્સાહપૂર્વક દિપાવલી પર્વ તથા નવું વર્ષ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ધામધૂમથી ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યુ હતુ.