ઉદેપુરથી અમદાવાદ જતી GSRTC બસમાં ડ્રાયવર અને કન્ડકટર દારૂની ખેપ મારતા ઝડપાયા
મોડાસા, અમદાવાદ સેન્ટ્રલ લાઈન ચેકિંગ સ્કવોડ દ્વારા મોડાસા નગરના હંગામી એસ.ટી.બસ સ્ટેશન ખાતે ટિકિટ ચેકિંગ દરમિયાન ઉદેપુરથી અમદાવાદ જતી એસ.ટી.બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ટિકિટ ચેકિંગ કરતી વખતે આ બસના ડ્રાયવર અને કંડકટર દારૂની ખેપ મારતા હોવાનું સામે આવ્યું હતું.
બસના આગળના ભાગે ડિઝલ ટાંકી ઉપર કાપડની થેલીમાંથી વિદેશી દારૂની ૪૬ બોટલ અને મોબાઈલ-ર સહિત કુલ રૂ.ર૮,૧૮પનો મુદ્દામાલ કબજે લઈ જપ્ત કર્યો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકે ડ્રાયવર અને કંડકટર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. સ્કોડની ટીમ ટિકિટ ચેકિંગમાં હતી ત્યારે ઉદેપુરથી અમદાવાદની બસમાંથી પેસેન્જર ઉતરી જતા બસ ડ્રાયવર દિવ્યકાંત મુકેશભાઈ વાઘેલા અને કંડકટર ઉમેશકુમાર પરષોત્તમપટેલને પુછપરછ કરતા તેમના હાવભાવ બદલાયેલા જણાતા
શંકા જતાં બસમાં તપાસ કરતા બસના આગળના ભાગે બોનેટ ખોલી જોતા ડીઝલની ટાંકી ઉપર કાપડની થેલીમાંથી વિદેશી દારૂની ૪૬ બોટલો અને ર મોબાઈલ રૂ.૪૦૦૦ અને રૂ.ર૪,૧૮પનો દારૂનો જથ્થો કબજે લઈ જપ્ત કરી પોલીસે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી ડ્રાયવર અને કંડકટરની ધરપકડ કરી હતી.