Western Times News

Gujarati News

ઉદ્ધવે બહાર પાડેલા ટેન્ડર્સના કોશિયારીએ જવાબ માગ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે રાજ્યપાલની એન્ટ્રી

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને આવ્યા છે અને ઉદ્ધવ સરકારનો ઉઘડો લીધો છે. અહેવાલ અનુસાર ઉદ્ધવ સરકારે એમએલસીચૂંટણી બાદ શિંદે ગ્રુપે રંગરૂપ બદલ્યા બાદ બહાર પાડેલ સરકારી ટેન્ડરો અંગે રાજ્યપાલ કોશિયારે જવાબ માગ્યો છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલના ભગત સિંહ કોશ્યારીના મુખ્ય સચિવ સંતોષ કુમારે જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને ૨૨-૨૪ જૂનથી રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા તમામ સરકારી ઠરાવો (જીઆરએસ) અને પરિપત્રોની સંપૂર્ણ વિગતો આપવા જણાવ્યું છે.

અગાઉના એનસીપીઅને કોંગ્રેસના મંત્રીઓના નેજા હેઠળના વિભાગોએ ૨૨-૨૪ જૂન સુધીમાં અનેક વિવિધ વિકાસ સંબંધિત કામો માટે કરોડો રૂપિયાના પ્રસ્તાવો મંજૂર કર્યાના કર્યા એક અહેવાલ બાદ હવે રાજ્યપાલે આ અંગેનો હિસાબ સરકાર પાસે માંગ્યો છે. પત્ર અનુસાર રાજ્યપાલે ૨૨-૨૪ જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ય્ઇ, પરિપત્રો વિશે સંપૂર્ણ માહિતીઆપવા કરવા કહ્યું છે.

અહેવાલ અનુસાર સરકારે આ ૩ દિવસમાં ૧૬૦ સરકારી ઠરાવો (જીઆર) જારી કર્યા છે. રાજ્યપાલે હવે સરકાર પાસે તેની માહિતી માંગી છે.મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર શુક્રવારે બીજેપી નેતા પ્રવીણ દરેકરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને છેલ્લા કેટલાક દિવસોમાં મહા વિકાસ અઘાડી સરકાર દ્વારા લેવામાં આવેલા આડેધડ ર્નિણયો સામે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.

હાલમાં મહારાષ્ટ્રના રાજકરણમાં મહારાજરમય ચાલી રહી છે. શિવસેના કદ્દાવર નેતા એકનાથ શિંદેના બળવાથી મહાવિકાસ આઘાડીની ગઠબંધન સરકાર સામે મોટું સંકટ ઉભું થયું છે . રાજ્યમાં સત્તા મેળવવા અને ટકાવી રાખવા અનેક મોરચે સંઘર્ષ ચાલી રહ્યો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.