ઉદ્ધવ ઠાકરેના પીએએ પોતાના જ બંગલા પર જેસીબી ચલાવડાવ્યુ

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ મિલિંદ નાર્વેકર પર ભાજપ દ્વારા ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમજ ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ તેમની સામે વિવિધ એજન્સીઓમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે નાર્વેકરે રત્નાગિરી જિલ્લાના દપોલી તાલુકામાં મુરુડના બીચ પર બંગલો બનાવ્યો છે. જેના માટે ન તો પરવાનગી લેવામાં આવી કે ન તો નિયમોનું પાલન કરવામાં આવ્યું. મામલો ગરમાતો જાેઈને પીએ નાર્વેકરે પોતે બંગલો તોડી પાડ્યો હતો.
શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે નાર્વેકરને આશંકા હતી કે અધિકારીઓ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવી સ્થિતિમાં તેમણે પોતે બંગલો તોડી પાડ્યો હતો. તે સમુદ્રની સામે જ ૨,૦૦૦ ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો હતો. કેટલાક લોકો માને છે કે નાર્વેકરે આ પગલું વિવાદ ટાળવા માટે લીધું છે, જેથી વિવાદનો અહીં અંત આવી શકે. આનો શ્રેય લેતા સોમૈયાએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં બંગલાને તોડી પાડવામાં આવી રહ્યો છે. તેમણે લખ્યું હતું કે હું જાતે જ સ્થળ પર બંગલાનો કાટમાળ જાેવા જઈશ અને નાર્વેકર સામે કાર્યવાહીની માંગ કરીશ.
આ પહેલી વાર નથી જ્યારે કિરીટ સોમૈયાએ શિવસેના સાથે જાેડાયેલા નેતાઓ સામે મોરચો ખોલ્યો હોય. અગાઉ જૂન મહિનામાં તેમણે શિવસેનાના મંત્રી અનિલ પરબ સામે પર્યાવરણ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેમાં પરબ અને તેના સહયોગીઓ પર ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. કોર્ટ જવાની ચિમકી કિરીટ સમૈયાના જણાવ્યા અનુસાર તે ઈચ્છે છે કે નાર્વેકર વિરુદ્ધ ગેરકાયદે બાંધકામ માટે કાર્યવાહી થવી જાેઈએ. તેઓએ તેની સામે ઘણા વિભાગોમાં ફરિયાદો નોંધાવી છે, પરંતુ જાે તેમ ન થાય તો તે કોર્ટમાં જશે.HS