ઉદ્યોગપતિનો તણાયેલી કારમાંથી મૃતદેહ મળ્યો
રાજકોટ, સોમવારે રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે આવેલા પૂરમાં અનેક જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા. આ દરમિયાન છાપરા નજીક એક કાર તણાઈ હતી. જેમાં રાજકોટના જાણીતા ઉદ્યોપતિનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જે કાર તણાઈ હતી તેમાં જ તેમનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ભાગોળે છાપરા ગામ નજીક આઈ૨૦ કાર પાણીમાં તણાઈ હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં એવી માહિતી સામે આવી હતી કે, કારમાં ત્રણ લોકો સવાર હતા. આ અંગે રાજકોટ ફાયર વિભાગને થતાં વરસાદની વચ્ચે પણ ફાયરના જવાનો દ્વારા આઈ૨૦ કાર તેમજ તેમાં સવાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન એક વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જાે કે, કારની અંદર સવાર અન્ય બે લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા ૨૪ કલાકથી કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ આવી રહી હતી.
આ દરમિયાન સવારે ટીમને પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમની કાર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી.
કિશનભાઈનો મૃતદેહ તો મળી આવ્યો છે જાે કે, ડ્રાઈવરની હજી સુધી કોઈ ભાળ મળી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પેલિકન ગ્રુપના માલિક કિશનભાઈ શાહ તેમના ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવારે આઈ-૨૦ કારમાં છાપરા ગામે આવેલી ફેક્ટરીએ જવા નીકળ્યા હતા.
દરમિયાન આણંદપર-છાપરા ગામે આવેલા બેઠા પુલ પર પહોંચ્યા ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. ડ્રાઈવરે આગળ જવાની ના પાડવા છતાં કિશનભાઈએ કાર હંકારવાનું કહેતા પાણીમાં તણાઈ જતાં દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે. તેમજ લાપતા ડ્રાઈવરની પણ શોધખોળ કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.SSS