ઉદ્યોગપતિ રાહુલ બજાજ નું 83 વર્ષની વયે નિધન

નવી દિલ્હી, દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે 83 વર્ષની વયે અવસાન થયું હતું. આશરે પાંચ દાયકા સુધી બજાજ ગ્રુપનું તેમણે નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે બજાજ ગ્રુપના વિકાસમાં તેમણું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.
રાહુલ બજાજને વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સનામાનિત કર્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા હતા. રાહુલ બજારને ”નાઈટ ઓફ ધ નેશનલ એવોર્ડ ઓફ ધ લીજન ઓફ ઓનર” નામનો ફ્રાંસનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચ્યું અને તે સ્કૂટરનું વેચાણ કરનારી દેશની અગ્રણી કંપની બની ગઈ હતી. વર્ષ 2005માં રાહુલના દીકરા રાજીવને કંપનીનું સુકાનની શરૂઆત કરી હતી. ત્યારે તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજીંગ ડિરેક્ટર બનાવ્યા હતા, ત્યારબાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના પ્રોડક્ટની માગ ઘરેલું ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી ગઈ હતી.