Western Times News

Gujarati News

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આજે રાષ્ટ્રીય યુવા દિવસ પર પોતાની રસપ્રદ તસવીર શેર કરી

નવી દિલ્હી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. પોતાના રસપ્રદ ટ્વીટના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસ પર તેમણે પોતાની એક તસવીર શેર કરી, જેમાં તેઓ નાની બાળકીઓની સાથે ક્લાસરુમમાં પાછળની સીટ પર બેસેલા છે.

મહિન્દ્રાની આ તસવીર તાત્કાલિક વાયરલ થઈ ગઈ અને લોકો અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરવા લાગ્યા. કેટલાક લોકોએ છેલ્લી પાટલી પર બેસ્યા હોવાના કારણે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. એક યુઝરે આનંદ મહિન્દ્રાને પૂછ્યુ કે શુ આપ બેન્ક બેન્ચર છો?

અગાઉ મહિન્દ્રાએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે મનાવવામાં આવેલા રાષ્ટ્રીય યુવા દિવસ વિશે ટ્વીટ કરી. તેમણે ક્લાસરૂમમાં બાળકીઓની સાથેની તસવીર શેર કરતા લખ્યુ, આજે રાષ્ટ્રીય યુવા દિવસ પર હુ માનુ છુ કે આપણે માત્ર યુવાન ઉંમરને સેલિબ્રેટ કરતા નથી પરંતુ યુવાન હોવાનો પણ જશ્ન મનાવીએ છીએ. મારુ માનવુ છે કે આપણી આસપાસની દુનિયાના તાજા અને યુવા પરિદ્રશ્યને સંભાળી રાખવુ મહત્વપૂર્ણ છે. જ્યારે હું મારી નાની કળીઓ સાથે વર્ગખંડમાં જાઉં છું, ત્યારે મારી બેટરી સૌથી વધુ ચાર્જ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.