Western Times News

Gujarati News

ઉદ્યોગપતિ વિજય સોરઠીયાના મોતમાં કડક કાર્યવાહીની ઉગ્ર માગ

આઠમી તારીખે સવારે BRTS ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજય સોરઠીયાને અડફેટે લેતાં મોત થયું

રાજકોટ, શહેરમાં ગત આઠમી તારીખના રોજ વહેલી સવારે બીઆરટીએસ ટ્રેકમાં કારચાલકે સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયાને અડફેટે લીધા હતો. જેના કારણે સાઇકલ સવાર ઉદ્યોગપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર રેઢી મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

ઘટના બન્યાને આજે ચાર દિવસનો સમય વીતી ગયો છે. ત્યારે ૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ વહેલી સવારે જે ઘટના રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ પર આવેલા બીઆરટીએસ ટ્રેક પર બની હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જાેઈ શકાય છે કે, કઈ રીતે બીઆરટીએસ ટ્રેકમાં એક તરફથી સાઇકલ સવાર વિજયભાઈ સોરઠીયા જઈ રહ્યા છે.

તો બીજી તરફથી પુરપાટ ઝડપે ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ ગાડી આવી રહી છે. ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં પુરપાટ ઝડપે યુવાને સામેથી આવતા જાણીતા ઉદ્યોગપતિને અડફેટે લેતા વિજયભાઈ સોરઠીયા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ત્યાર બાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. તો સાથેજ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો ને પણ જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સીટી અંતર્ગત ઇન્ડીયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળના ટોપ ઇલેવન શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે યાદીમાં રાજકોટ શહેરનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતુ.

છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં સાઇકલ ક્લબ એક્ટિવ જાેવા મળી રહી છે. જે અંતર્ગત હાલમાં રાજકોટ શહેરના રાજમાર્ગો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના ૮ થી ૧૦ હજાર સાયકલ સવાર નિયમિત પણે સાયકલ ચલાવે છે. તો બીજી તરફ સાઇકલ ચલાવનાર વ્યક્તિઓને અકસ્માત નડી રહ્યા હોવાની સતત ઘટના સામે આવતી રહે છે.

ત્યારે રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના માલિક તેમજ અગ્રણી ઉદ્યોગપતિ એવા વિજય ભાઈ સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજતા હાલ સોશિયલ મીડિયામાં સાયકલિસ્ટો બેદરકારી ભર્યા રીતે વાહન ચલાવનારા વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.