ઉદ્વવ ઠાકરે અયોધ્યા આવે નહીં, સ્વાગત કરાશે નહીં: સાધુ સંત
અયોધ્યા, બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાનો વિવાદ વધતો જાય છે. કંગનાના સમર્થનમાં ઉતરેલ અયોધ્યામાં સંતોએ ઉદ્વવ ઠાકરેનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે સંતો અને વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે ઉદ્વવ ઠાકરે અયોધ્યાન જાય અહીં આવવા પર તેમનું સ્વાગત કરવામાં આવશે નહીં અને તેમને વિરોધનો સામનો કરવો પડસે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિએ પણ કંગના રનૌતને દેશની પુત્રી બતાવી છે તેમણે પણ ઉદ્વાવ ઠાકરેને અયોધ્યાન ન આવવાની ધમકી આપી છે.
હનુમાનગઢી મંદિરના પુજારી મહંત રાજુ દાસે કંગનાની કચેરીને તોડવાનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે ઉદ્વવ ઠાકરે કે શિવસેનાનો કોઇ પણ નેતા અયોધ્યામાં આવશે તો તેમનો વિરોધ થશે સંત તેમની કરતુસની વિરૂધ્ધ છે.બીએમસીએ કંગનાની કચેરી તોડી સારૂ કામ કર્યું નથી.
મહંત ગિરીએ કહ્યું કે કંગના રનૌત બહાદુર અને હિમતવાળી પુત્રી છે જેમણે બોલીવુડ માફિયાઓ અને ડ્રગ માફિયાઓના રેકેટનો ભંડાફોડ કર્યો છે.તેમણે નિડર થઇ બોલીવુડમાં એક વિષેશ સમુદાયના વર્ચસ્વની વિરૂધ્ધ અવાજ ઉઠાવી છે તેનાથી ફકત બોલીવુડના માફિયા ડરી ગયા છે એટલું જ નહીં સરકારના પણ પગલા ઉખડી ગયા છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ કહ્યું કે કંગના રનૌત તરફથી કહેવામાં આવી રહેલ સચ્ચાઇને દબાવવાના પ્રયાસ માટે ઉદ્વવ ઠાકરે સરકારે કંગનાની કચેરી પર બુલડોઝર ચલાવ્યું છે અને બદલાની કાર્યવાહી કરી છે ડો કે મહારાષ્ટ્ર હાઇકોર્ટે કંગના રનૌતને મોટી રાહત આપતા ધ્વસ્તીકરણની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. નરેન્દ્રગિરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાનુન વ્યવસ્થાની સ્થિતિ ખુબ ખરાબ છે પાલઘરમાં બે સાધુઓની થયેલી હત્યાના મામલામાં પણ મહારાષ્ટ્ર સરકારે કોઇ કાર્યવાહી કરી નથી. કંગનાની આ લડાઇમાં સાધુ સંત અને સમગ્ર દેશ તેમની સાથે છે.HS