ઉદ્વવ ઠાકરે સરકાર ભાજપ સાંસદ પર નિવૃત સેના જવાનની સાથે મારપિટની તપાસ કરશે
નવીદિલ્હી: મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પર એક કાર્ટૂન શેર કર્યા બાદ નેવીના નિવૃત અધિકારી મદન શર્માની શિવસૈનિકો દ્વારા પિટાઇ કરવાથી ઘેરાયેલ મહારાષ્ટ્ર સરકારે આ રીતના ચાર વર્ષ જુના મામલામાં ભાજપના સાંસદ ઉન્મેશ પાટીલની વિરૂધ્ધ પોલીસ તપાસના આદેશ આપ્યો છે તે સમયે ધારાસભ્ય રહેલ ઉન્મેશ પાટિલ અને તેમના સમર્થકો પર પૂર્વ સૈન્ય કર્મી સોનુ મહાજનની સાથે વર્ષ ૨૦૧૬માં મારપીટ કરવાનો આરોપ લગાવાયો હતો.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે ૨૦૧૬માં મારપીટના એક મામલામાં તપાસના આદેશ આપ્યો છે જેમાં ૨૦૧૬માં ભાજપના ધારાસભ્ય ઉન્મેશ પાટીલ પર નિવૃત સૈન્ય કર્મી સોનુ મહાજનની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવાયો હતે તેની હવે તપાસ કરાવવામાં આવશે
રાજયના ગૃહ મંત્રી અને એનસીપીના નેતા અનિલ દેશમુખે ટ્વીટ કર્યું ૨૦૧૬માં તે સમયના ભાજપના ધારાસભ્ય અને ત્યાંરના સાંસદ ઉન્મેશ પાટીલ અને તેમના લોકોએ પૂર્વ સૈનિક સોનુ મહાજન પર હુમલો કર્યો હતો તે સમયની ભાીજપ સરકારે મહાજનને ન્યાય આપ્યો નહીં આ સંબંધમાં મને અનેક અરજીઓ મળી છે. અને પોલીસને આ સંબંધમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે એક અન્ય ટ્વીટ કર્યું કે આ અપરાધ ૨૦૧૬માં થયો હતો. પરંતુ ત્યારે ભાજપની સરકાર હતી આથખી ઉન્મેશ પાટીલની વિરૂધ્ધ કોઇ એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી હાઇકોર્ટના આદેશ બાદ ૨૦૧૯માં એક એફઆઇઆર દાખલ કરવામા૩ં આવી હતી પરંતુ આગળ કોઇ કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી
મહારાષ્ટ્ર સરકારની આ કાર્યવાહીને ભાજપે બદલાની કાર્યવાહી બતાવી છે ભાજપના પ્રવકતા માધવ ભંડારીએ કહ્યું કે તે કોઇ પણ મામલાને ખોલી શકે છે અને તેની તપાસ કરાવી શકે છે કારણ કે આ તેમનો અધિકાર છે પરંતુ ૨૦૧૬ની ઘટના બાદથી લોકો ચુપ કેમ હતાં ભંડારીએ આરોપ લગાવ્યો કે સમસ્યા એ છે કે રાજય સરકાર તમામ મોરચા પર નિષ્ફળ રહી છે અને આથી હવે પ્રતિશોધની રાજનીતિમાં સામેલ થઇ ગઇ છે.
એ યાદ રહે કે ગત શુક્રવારે શિવસેનાના કેટલાક કાર્યકરોએ નૌસેનાના પૂર્વ અધિકારી મદન શર્માની સાથે મારપીટ કરવામાં આવી હતી તેના પર ઉદ્વવ ઠાકરેની ટીકા કરનારા એક કાર્ટૂનને ફોરવર્ડ કરવાનો આરોપ હતો આ ઘટના બાદ શિવસેનાની ટીકા થઇ હતી અને તેના પર રાજનાથસિંહે પણ નિવેદન આપ્યું હતું.જાે કે શિવસેનાએ ખુદનો બચાવ કર્યો હતો શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ મુદ્દામાં પાર્ટીને ઘસીટવી યોગ્ય નથી