ઉધમપુરમાં ૯ બાળકોનાં કફ સિરપના કારણે મોત નિપજયાં
શ્રીનગર, જમ્મુના ઉધમપુરમાં ૯ બાળકોનાં મોતની તપાસમાં કફ સિરપમાં ઝેરી ત¥વની હાજરી સામે આવતાં હિમાચલપ્રદેશ સ્થિત ડિજિટલ વિઝન નામની ફાર્માસ્યૂટિકલ કંપનીમાં કફ સિરપનું ઉત્પાદન બંધ કરાવી દેવાયું છે. આ ઉપરાંત ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં આ કફ સિરપના વેચાણ અને વિતરણને અટકાવી દેવાનો આદેશ અપાયો છે. જમ્મુ-કાશ્મીરના આસિસ્ટન્ટ ડ્ર્ગ કન્ટ્રોલર સુરિન્દર મોહને જણાવ્યું હતું કે, પીજીઆઇએમઇઆરના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર કોલ્ડબેસ્ટ-પીસી કફસિરપમાં રહેલા ડાયઇથિલીન ગ્લાયકોલ નામના ઝેરી ત¥વના કારણે ઉધમપુર જિલ્લામાં ૯ બાળકનાં મોત થયાં છે. તેમણે કફ સિરપના સેમ્પલ વધુ પરીક્ષણ માટે લેબોરેટરી ખાતે કફ સિરપના સેમ્પલ મોકલી આપ્યાં છે.
આઠ રાજ્યોમાંથી કફસિરપ કોલ્ડબેસ્ટ-પીસીના ૫,૫૦૦ યુનિટ બજારમાંથી પરત ખેંચવાના આદેશ જારી કરાયાં છે. હિમાચલપ્રદેશ સરકારે સિરમૌર જિલ્લામાં આવેલી ડિજિટલ વિઝન કંપનીના પ્લાન્ટમાં તમામ પ્રકારના ઉત્પાદનો સ્થગિત કરાવી દીધાં છે. ૧૫મી ફેબ્રુઆરીએ દેશના તમામ રાજ્યોને પરિપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે આ કફ સિરપમાંથી ઝેરી ગણાતું ડાયઇથિલીન ગ્લાયકોલ નામનું ઝેરી ત¥વ મળી આવ્યું છે. આ કફસિરપનું વેચાણ ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, મેઘાલય અને ત્રિપુરામાં થાય છે. જોકે આ રાજ્યોમાંથી હજુ મોતનો એકપણ કેસ સામે આવ્યો નથી.