ઉધારમાં આપેલી ટિકિટ પર છ કરોડની લોટરી લાગી
તિરૂવનંતપુરમ: પૈસાની લાલચ ભલભલાની નિયત ખરાબ કરી નાંખે છે પણ કેટલાક કિસ્સામાં લોકોની ઈમાનદારી એટલી મજબૂત હોય છે કે, ગમે તેટલા પૈસાની લાલચ પણ તેમને ડગમગાવી શકતી નથી.
આવો કિસ્સો કેરાલાના અલુવા શહેરમાં બન્યો છે.અહીંના રહેવાસી પી કે ચંદ્રને એક લોટરી એજન્ટ સ્મિજા મોહન પાસેથી લોટરીની એક ટિકિટ ઉધારમાં ખરીદી હતી.ટિકિટના ૨૦૦ રુપિયા ચંદ્રને પાછળથી આપવાનો વાયદો કર્યો હતો.
બન્યુ એમ હતુ કે, જે ટિકિટ ચંદ્રને ઉધારમાં ખરીદી હતી તેને જ ૬ કરોડની લોટરી લાગી હતી.ચંદ્રને તો પૈસા ચુકવ્યા નહોતા અને સ્મિજાએ ધાર્યુ હોત તો આ ટિકિટ પોતાની પાસે રાખી શકી હતો.જાેકે એ પછી પણ સ્મિજાની ઈમાનદારી અડીખમ રહી હતી.તેમને ખબર પડી હતી કે, આ ટિકિટ ચંદ્રને લીધી છે ત્યારે તેઓ સામે ચાલીને તેની ઘરે ગયા હતા અને ૨૦૦ રુપિયા માંગીને ટિકિટ આપી દીધી હતી.
આ ઘટના બન્યા બાદ સ્મિજા રાતોરાત ચર્ચામાં છે.જાેકે તેમનુ કહેવુ છે કે, ઈમાનદારી પર જ કોઈ પણ વ્યવસાય ચાલતો હોય છે અને તેના પર જ મારી રોજી રોટી ચાલે છે.બે બાળકોના માતા એવા સ્મિજા ૧૦ વર્ષથી લોટરી સ્ટોલ ચલાવે છે.