ઉનાળાની આગ ઝરતી ગરમીમાં ઘરને ઠંડુ રાખવાના સરળ ઉપાયો
સવારે ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં ફિનાઈલના સ્થાને યુડીકોલોન મેળવી પોતું કરવાથી ઘર ઠંડુ પણ રહેશે તથા મહેકશે. પોતું કર્યા બાદ તે રૂમના બારી-બારણાં બંધ રાખવાથી યુડીકોલનની મહેક લાંબા સમય સુધી આવશે.
કેતકી શોભાના ઘરમાં પ્રવેશતા જ બોલી “કેટલી ઠંડક છે. એરકન્ડિશનર મુકાવ્યું કે શું ?”
“ના ભાઈ ના, તારા બનેવીના ટુંકા પગારમાં અમને વળી એરકન્ડિશનર ક્યાંથી પોષાય ?”
“તો પછી બીજે માળે આટલી ઠંડક કઈ રીતે શક્ય છે?”
“તું શાતિથી બેસ તો ખરી” પછી નિરાંતે વાત કરૂં છું.
કેતકી, ઘરને ઠંડુ રાખવું એ કાંઈ કઠીન કાર્ય નથી.. ફક્ત થોડી સૂઝ તથા આવડતની જરૂર છે. શોભા કેતકીને સમજાવી રહી હતી.
• જે રૂમમાં વધુ તડકો આવતો હોય તે રૂમના દરવાજા-બારીનો પડદો કરાવી લેવા, આર્થિક સંજાેગો અનુસાર પડદાનું કપડું લેવંું.
• પડદા કરાવતી વખતે અડધી બારી સુધી પડદા કરાવવા છે કે આખા તે વિચારવું.
• પાતળા પડદા પર લગાડીશકાય અથવા જાડા કપડાના પડદા પણ લગાવી શકાય. સંપૂર્ણ બારીને લગાડેલ પડદો વેલવેટ, કે જાડા કપડાનો ઉત્તમ રહેશે.
• અડધી બારીના કપડાનો રંગે ઘેરો પસંદ કરવો.• બારી તથા દરવાજાને સંપૂૂર્ણ આવરી લેતા લાંબા પડદામાં પાતળું અસ્તર જરૂર લગાડવું જેથી તડકાને કારણે કપડાનો રંગ ઝાંખો થઈ ન જાય.
• કસરત કરવા માટે અસ્તર માટે જુની સાડી ચાદર અથવા રજાઈનો ઉપયોગ કરી શકાય.
• ઘરના દરેક દરવાજામાં પડદા લગાડવાનો આર્થિક રીતે પોષાય એમ ન હોય તો મુખ્ય રૂમમાં પડદા લગાડી બીજી રૂમોના બારી-દરવાજા પર ઘેરો રેગના કાગળ ચોંટાડી શકાય. ગરમીની ઋતુ પુરી થયા બાદતેને ઉખાડી લેવા જેથી ચોમાસુ શરૂ થતાં વરસાદ કાગળને ભીંજવી ન દે.
પડદાથી રક્ષણ આપ્યા બાદ વારો આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા કાપડની પસંદગીનો. ગરમીની ઋતુમાં હળવા તથા પાતળા કપડાની ચાદર, તકીયાના કવરનો ઉપયોગ કરવો. સફેદ, ક્રીમ, હળવો ગુલાબી, આસમાની, આછો પીળો રંગ આખને ઠંડક પહોંચાડે છે.