Western Times News

Gujarati News

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનોના મેન્ટેનન્સ પર ધ્યાન રાખવું જરૂરી

હીટ વેવમાં ગાડીના ટાયર અને એન્જિનનું ચેકિંગ કરાવતા રહો

નવી દિલ્હી,
અમદાવાદ સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે અમદાવાદ સહિત ગુજરાતમાં તો પારો ૪૫ ડિગ્રી પહોંચી જતા બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્‌યું છે હીટ વેવ ના કારણે જ્યારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે માનવી પશુ પક્ષી સૌ કોઈ ભિસણ ગરમીનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં વાહનો વાપરતા લોકો માટે પણ સતર્ક રહેવાની જરૂર છે ખાસ કરીને હીટ વેવ ને કારણે ગાડીઓ બંધ પડી જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ગરમીની સિઝનમાં ગાડીના ટાયર અને એન્જિન નો ખાસ ધ્યાન રાખવું પડે છે જો તેને નજર અંદાજ કરવામાં આવે તો હજારો રૂપિયા મેન્ટેનન્સ ના ખર્ચવાની નોબત આવી શકે છે.

ખાસ કરી ને હિટ વેવમાં ગાડીઓમાં એર કન્ડિશન નો ઉપયોગ વધારે કરવામાં આવે છે જેનાથી એન્જિન ઉપર દબાણ વધે છે અને એન્જિન ગરમ થાય છે આવા સંજોગોમાં ગાડી અધવચ્ચે બંધ પડી જવા ની શક્યતા વધી જાય છે તેમ આ વિષય સાથે સંબંધિત નિષ્ણાંતોનું માનવું છે હાલમાં દેશભરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ગરમીના માહોલમાં પોતાની ગાડી અને વિહિકલનું ખાસ ધ્યાન રાખવું પડે છે ખાસ કરીને ટાયર તથા એન્જિન નું વિશેષ ધ્યાન રાખવું પડે છે હાઈવે ઉપર લાંબા સમય વાહન ચાલે છે.

તેમાં પણ ઓવરલોડિંગ અને કારણે પ્રેશર વધે છે ઘણી વખત ટાયર ફાટે છે અગર તો પંચર પણ પડી જાય છે કેટલાક કિસ્સાઓમાં હીટ વેવ દરમિયાન ગાડીઓમાં આગ લાગતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે આ બધી પરિસ્થિતિમાં થી બચવા માટે ગરમીના મોસમમાં ગાડીઓના મેન્ટેનન્સ ની સાથે તેની દેખરેખ ઉપર ધ્યાન રાખવું જોઈએ એમ નિષ્ણાતોનું કહેવુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.