ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: આકાશમાંથી વરસી અગન વર્ષા
અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૪૮ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જાેકે, ત્યારબાદના ૩ દિવસમાં તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આવતીકાલે ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, કચ્છ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
આ સિવાય મંગળવાર-બુધવારે વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં જ્યારે ગુરુવાર-શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.
આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૨૭થી ૩૦ એપ્રિલ દરમિયાન અમદાવાદમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. આજે સુરેન્દ્રનગર, ગાંધીનગર, વડોદરામાં પણ તાપમાન ૪૨ ડિગ્રીને પાર નોંધાયું હતું.HS