ઉનાળામાં વધુ ગરમ થવાને કારણે તમારો સ્માર્ટફોન ફાટી શકે છે !?
(એજન્સી) ગરમીથી માત્ર માણસો જ પરેશાન નથી થતા પરંતુ આપણા સ્માર્ટફોનને પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. દરેક સ્માર્ટફોનમાં થોડી ગરમી હોય છે. પરંતુ આ સમસ્યા ઉનાળાની ઋતુમાં વધુ જોવા મળે છે. જો તમારે ફોન થોડો જુનો છે. અને તે વધારે ગરમ થઈ રહયો છે તો તમારે સાવચેત રહેવું જોઈએ.
આ સીઝનમાં જો તમારી ફોન વધારી ગરમ થાય છે તો તેની બેટરી ફાટી શકે છે. અને તેનાથી તમને ભારે નુકશાન થઈ શકે છે. જો તમારો સ્માર્ટફોન પણ થોડા સમય માટે તેનો ઉપયોગ કર્યા પછી વધુ ગરમ થવા લાગે છે, તો કેટલીક સરળ રીતો દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
તમારા ફોનને ઠંડો કરવા માટેની ટીપ્સ
જો તમારો સ્માર્ટફોન થોડા સમય માટે વાપર્યયા પછી ગરમ થઈ જાય તો તમારે તમારા ફોનની બ્રાઈટનેસ ઓછી રાખવી જોઈએ. ઉનાળાની ઋતુમાં બ્રાઈટનેસ વધારે રાખવાથી ફોન ઘણી વખત વધારે ગરમ થઈ જાય છે.
ઘણી વખત સ્માર્ટફોનમાં બ્લૂટૂથ ચાલુ હોય ત્યારે પણ ફોન ગરમ થવા લાગે છે. તેથી જો તમારો ફોન વધુ ગરમ થઈ રહયો છે. તો તપાસી કે બ્લુટૂથ ચાલુ છે. કે નહી જો જરૂરી ન હોય તો હંમેશા બ્લૂટૂથ બંધ રાખો.
જો તમારી સ્માર્ટફોન તેનો ઉપયોગ કરતી વખતે ગરમ થવા લાગે તો તેને થોડા સમય માટે એરપ્લેન મોડમાં રાખો. નેટવર્ક ડીસ્કનેકટ થયા પછી ફોન ઝડપથી ઠડું થવા લાગશે.
ઘણી વખત કેમેરા, ગેલેરી ડોકયુમેન્ટસ ક્રોમ યુટયુબલ જેવી અનેક એપ્લીકેશનન એકસાથે ખુલી જવાને કારણે ફોન ગરમ થવા લાગે છે. જો ફોન ગરમ થઈ રહયો હોય તો બધી એપ્લીકેશન બંધ કરી દો. સ્માર્ટફોન સામાન્ય દિવસો કરતાં વધુ ગરમ થઈ જાય છે. તેથી શકય હોય ત્યાં સુધી તમામ સ્માર્ટફોનને ઠંડી જગ્યાએ રાખો.
ઘણી વખત સ્માર્ટફોન અપડેટ ન થવાને કારણે તે ગરમ થવા લાગે છે. જો તમે લાંબા સમયથી તમારું એન્ડ્રોઈઝ વર્ઝન અપડેટ કર્યું નથી. તો તરત જ સોફટવેર અપડેટ કરો.