ઉના એસ.ટી. બસ સ્ટેશન પાસે ૬પ લાખની રોકડ તથા દાગીનાની લુંટ
ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસુ હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટારાઓ આ કાર છોડીને ભાગી ગયા હોવાની શક્યતા
ઉના, ગીર સોમનાથ જીલ્લાનાં ઉનામાં ૬પ લાખની આંગડીયા લૂંટથી ખળભળાટ મચી ગયો છે. એસ.ટી. બસ સ્ટેશન પાસે આંગડીયા પેઢીના એક કર્મચારી પાસે સવારે પ થી ૬ અજાણ્યા શખ્સો કારમાં આવીને આંગડીયા કર્મચારીને આંતરીનેે આંગડીયા કર્મચારી પાસેથી ૪૭ લાખની રોકડ તથા ૧૮ લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ ૬પ લાખની માલમતા ભરેલો થેલો આંચકી જતા સનસનાટી વ્યાપી ગઇ છે.
એસ.ટી. બસ સ્ટેશન પાસે ૬પ લાખની રોકડ તથા દાગીનાની લુંટની જાણ થતા ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. તથા ક્રાઇમ બ્રાન્ચ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયેલ છે.
ઉના બસ સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ ૪૭ લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઉનામાં વહેલી સવારે થયેલી લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસુ હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટારાઓ આ કાર છોડીને ભાગી ગયા હોવાની શક્યતા છે.