ઉના ગામના ૨૯ માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે
ગીરસોમનાથ: એક એવું ગામ જ્યાં સંભળાય છે તો બસ ગામની મહિલાઓની વેદના અને રુદન. આંખોમાંથી વહેતા આસું અને શહેર પર દેખાતી કોઈના પતિ, કોઈના પિતા અને કોઈના ભાઈની જાેવાથી વાટ.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દાંડી ગામના, આમતો આ ગામમાં ૧૭૦૦ની આસપાસની વસ્તી છે. પણ આ ૧૭૦૦ની વસ્તીમાં ગામના ૨૯ જેટલા પુરુષો પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં મતલબ કોઈ વિઝા પર ગયા હોય અને કમાણી કરીને આવશે તેવું નથી.
પણ ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતી છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર ર્નિભર છે. બાકીતો માછીમારી અને મજૂરી. અને આજે આજ ગામમાં એવી સ્થિતિ ઉભી થઇ છે કે, ગામના માછીમારી કરતા પુરુષોમાં ૨૯ જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે જેમાં કોઈનો ભાઈ છે તો કોઈ પિતા તો કોઈનો પતિ અને કોઈનો પુત્ર. બસ આ તમામ લોકોની રાહમાં ગામની દરેક ઘરની મહિલાઓના આંખોમાંથી આંસુ અને હૃદયમાંથી વેદના સરે છે.
ભરતભાઈ અરજણભાઈ મજેઠયા નામના ૨૯ વર્ષના યુવાન આજથી ૯ મહિના પહેલા પાક. જેલમાં કેદ થયા. તેમને પરિવારમાં ૩ બાળકો, વિધવા માતા અને પત્ની છે. જેને ઘરે મૂકીને ભરત ભાઈ માછીમારીનો ધંધો કરવા મધદરિયે ગયા પણ બસ સમાચાર આવ્યા તો તેઓના પાકિસ્તાન જેલમાં કેદ થયાના, નાના નાના ત્રણ બાળકો, પત્ની અને વિધવા માતાના માથે જાણે આભ ફાટી પડ્યું. જયારે ઘરના મોભીને પાકિસ્તાન નેવી પકડી ને જેલમાં ધકેલી દીધા ના સમાચાર મળ્યા.
આજે ભરતભાઈના નાના નાના ભૂલકા જયારે ગામમાં ફેરિયા કોઈ ચીજ વસ્તુ અથવા ભૂલકાઓ ને ખાવા કોઈ ભાગ લેવો હોય તો પોતાના પિતાને યાદ કરે છે. અને કેમ ન કરે કોઈપણ પિતા પોતાના બાળકની દરેક ઈચ્છા પૂરી કરે છે.
જાેકે બાળક જીદ પકડે તો કોઈના કોઈ કારણે ઘરના અન્ય સભ્યો મનાવી પણ લે પણ ઘરની જ પરિસ્થિતિ ખરાબ હોય તો કોણ સુધારે જયારે ઘરના મોભી જ ઘરે ન હોય.
અને બન્યું છે માત્ર પાક ની નાપાક હરકતના કારણે. અને જેનો બદલો આજે આ ગામના બાળકો અને પરિવાર ને ચૂકવવો પડે છે. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારના માતા, સવિતાબેન પોતાની આપવીતિ જણાવે છે કે,
દાંડી ગામમાં પાકની નાપાક હરકતના કારણે આજે અનેક પરિવારને પોતાનું ગુજરાન ચાલવું મુશ્કેલ બન્યું છે. માતા પિતાએ વ્હાલસોયા દીકરાની છત્રછાયા ગુમાવી છે. બે બહેનો અને માતા-ાકેશ મજેઠીયા નામનો યુવાન ૨૩ વર્ષની ઉંમરે માછીમારીનો ધંધો કરવા મધદરિયે તો ગયો પણ પાકિસ્તાન નેવીના નાપાક ઇરાદાઓનો શિકાર બની ગયો. આજે પોતાની ૧ વર્ષની દીકરી, પત્ની, માતા-પિતા અને બહેનો પોતાના વ્હાલસોયા ઘરના સભ્યની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.
પાક. જેલમાં બંધ દીકરાના માતા પાચીબેન અને પત્ની શારદાબેન જણાવે છે કે, પરિવારમાં કુલ ૧૯ સભ્યો છે. પરંતુ બસ કમી છે તો ઘરના મોભીઓની. એક જ પરિવારના ૪ સભ્યો પાક જેલમાં કેદમાં છે અને ઘરમાં માત્ર મહિલાઓ અને બાળકો સહિત ૨૯ લોકો આજે ઘરના મુખ્ય સભ્યો રાહમાં છે.
પતિ, સસરા, કાકા અને જેઠ ઘરના તમામ સભ્યો આજે બે બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેમાં પણ છેલ્લા એક વર્ષ થી વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ના તો કોઈ પત્ર વ્યવહાર કે ના તો કોઈ ટેલિફોનિક વાતચિત થઇ રહી છે. એક નાનકડા બાળક ને પણ આજે પણ આજે ખબર છે તો માત્ર આટલી કે તેના પિતા પાકિસ્તાન ની જેલમાં કેદ છે. ૪ વર્ષનો બાળક જયારે અન્ય કોઈ માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ વતન આવે ત્યારે એકજ હઠ પકડે છે કે તેના પિતા ક્યારે આવશે ???.
અને પોતાની માતા સહિત ઘરના અન્ય સભ્યો દિલાસો આપવા સિવાય કંઈજ કરી શકતા નથી. માતા પણ આજે આટલી જ લાચાર બની કે ઘરના મોભી ક્યારે ઘરે આવશે. ઉના તાલુકાના એક્લા દાંડી ગામના જ ૨૯ માછીમારો હાલ પાકિસ્તાનમાં કેદ છે.
પાક.જેલમાં રહેલા માછીમારોનાં પરિવારોએ અનેક યાતના વેઠવી પડે છે. આ મહિલાઓ, તેમના બાળકો પૂછે છે, અમારા સ્વજન ક્યારે છૂટશે. માછીમારોનાં પરિવારોનો પણ આક્ષેપ છે કે,
બોટ માલીકો પોતાની બોટમાં જેતે મુખ્ય ટંડલના હસ્તક બીજા માછીમારોને સિઝન આધારિત પગાર નક્કી કરીને બોટમાં લઈ જતાં હોય છે. પણ તેઓને પાકિસ્તાન પકડી જાય ત્યારે છોડાવવાની કોઈ કાર્યવાહી કરતા નથી,
એટલુંજ નહીં તેમના પરીવારોને આર્થિક મદદ પણ કરતા નથી. આથી ઘરની મહિલાઓ બાળકો માનસિકની સાથે આર્થિક રીતે પણ ભાંગી પડતી હોય છે. આવા પરિવારોનાં બાળકોએ શિક્ષણ છોડીને મજૂરી કામે લાગી જવું પડે છે. તેઓ બાળ મજુરીનો ભોગ બને છે.
તો અનેક બિમારીનો ભોગ પણ બને છે. અને આવું જ કંઈક બન્યું જીણાભાઈ વીરાભાઈ શિયાળ અને ભરતભાઈ ભાયાભાઈ સોલંકીના પરિવાર સાથે. ભરતભાઇના પાકિસ્તાન જેલમાં કેદ થયા બાદ તેમની માતાને ત્રણ વાર ગંભીર પ્રકારની બીમારીના ઓપરેશન કરી સારવાર લેવી પડી અનેક આજે પોતાની દીકરીને સહારે પથારીવસ થવું પડ્યું.
તો જીણાભાઈ શિયાળના પત્ની અને દીકરીને પણ નીચે ધરતી અને ઉપર આકાશ વગર કોઈ જ આશરો નથી. ભાડાનું મકાન અને જમીન વિહોણા જીણાભાઈના પત્ની ખુદ કિડનીના દર્દી છે. એટલે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીને ભણતરની સાથે મજૂરી કરી ઘર ચલાવવાની જવાબદારી માથે આવી પડી.
અને પોતાના પિતાને યાદ કરતા કહ્યું કે, પપ્પા હોત તો પુસ્તકો લેવામાં અને અભ્યાસ કરવા ઘણો સહયોગ મળત. ધોરણ ૧૨ આર્ટસ માં ૭૫ ટકા મેળવેલી દીકરી આજે એક્સ્ટર્નલમાં કોલેજ કરી રહી છે.