Western Times News

Gujarati News

ઉન્નાવમાં ૧૫ વર્ષની યુવતીએ બાળકને જન્મ આપ્યો

પ્રતિકાત્મક

ઉન્નવ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ જીલ્લામાં એક સગીર યુવતીથી બળાતાક્રાના આરોપમાં એક કિશોરની વિરૂદ્દ મામલો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે ૧૫ વર્ષની યુવતીએ જીલ્લા હોસ્પિટલમા એક બાળકીને જન્મ આપ્યો છે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બળાત્કાર બાદ યુવતી ગર્ભવતી થઇ હતી પરિવારજનોએ ૧૬ વર્ષીય એક યુવકની વિરૂધ્ધ બળાત્કારના આરોપમાં કેસ દાખલ કરાવ્યો છે.

પોલીસે યુવકના પરિવારની સહમતિ પર તેનો ડીએનએ પરીક્ષણ કરાવવાનો નિર્ણય કર્યો છે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આરોપી યુવક પકડાઇ ગયો છે અને તેને કિશોર ન્યાય બોર્ડની સાથે રજુ કરવામાં આવ્યો હતો ત્યાંથી તેને સંરક્ષણ ગૃહ મોકલવી દેવામાં આવ્યો છે આધાર કાર્ડ પર જ આપવામાં આવેલ જન્મ તિથિ તથા અન્ય દસ્તાવેજાેથી એ જાણવા મળ્યુ છે કે યુવકની ઉમર ૧૬ વર્ષની છે.

આ કેસ યુવતીના નાના તરફથી નોંધાવવામાં આવ્યો છએ જેમાં આરોપ લગાવાયો છે કે પડોસમાં રહેતા યુવકે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો જયારે તે એકલી હતી ત્યારે આ કૃત્ય કરાયુ હતું યુવતીના નાનાએ કહ્યું હતું કે આ મામલામાં લોક લાજ અને સમાજના દબાણને કારણે પહેલા મામલો દાખલ કરાવવામાં આવ્યો ન હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.