ઉન્નાવ રેપ પીડિતાના આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશેઃ યોગી
નવી દિલ્હી, ઉન્નાવ રેપ કેસની પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવ્યા બાદ તેનુ મોત થયુ છે.આ ઘટનાએ દેશના લોકોને હૈદ્રાબાદની મહિલા ડોક્ટરની ઘટનાની યાદ તાજી કરાવી છે ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, આ ઘટના બહુ દુખદ છે.
તેમણે કહ્યુ હતુ કે, આ કેસમાં તમામ આરોપી પકડાઈ ચુક્યા છે.કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને આકરી સજા કરાશે. પીડિતાને દાઝેલી હાલતમાં લખનૌથી દિલ્હી એર એમ્બ્યુલન્સ મારફતે ખસેડાઈ હતી.દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં તેને દાખલ કરાઈ હતી અને ગઈકાલે રાતે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.હોસ્પિટલમાં પણ તેણે પોતાના ભાઈને કહ્યુ હતુ કે, જેમણે મારી આવી હાલત કરી છે તેને છોડતા નહી. સાથે સાથે પીડિતાએ કહ્યુ હતુ કે, હું હજી મરવા માંગતી નથી.મારે જીવવુ છે.