ઉપરવાસમાં ભારે વરસાદ : ખાડીઓ છલકાતા સુરતમાં ખાડીપુર
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. ખાસ કરીને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરત શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓમાં ઘોડાપુર આવી ગયું છે. ભાઠેના ખાડી સિવાયની તમામ ખાડીઓ ભયજનક સપાટી ઉપરથી પામી વહેતાં આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
કાંકરાખાડી, ભેદવાડ ખાડી, મીઠીખાડી, સીમાડા ખાડી ઓવરફ્લો થતા મીઠીખાડી, કમરૂનગર, ભાઠેના, સણિયા-હેમાદ, પરવત પાટીયા, માધવનગર, બોમ્બે હાઉસ, માધવબાગ, આઝાદ ચોક, સારોલી, ગીતાનગર, ગોડાદરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતાં ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાકારાખાડીમાં ૬.૬૦ મીટર ઉપર પાણી વહી રહ્યું છે. આ ખાડીની ભયજનક સપાટી ૬.૫૦ મીટર છે. એજ પ્રમાણે ભેદવાડ ખાડી ભયજનક સપાટી ૬.૭૫ મીટરથી ૭ મીટર, મીઠીખાડી ૭.૫૦ મીટર ભયજનક સપાટીથી ૮.૯૦ મીટર, સીમાડા ખાડીની ભયજનક સપાટી ૫.૫૦થી હાલ ૫.૫૦ મીટરે પાણી વહી રહ્યું છે.
સિંગણપોર સ્થિત કોઝવેમાં પણ ભયજનક સપાટી ૬ મીટરથી ઉપર ૭.૫૪ મીટરે પાણી વહી રહ્યું છે. જ્યારે ભાઠેના ખાડી ભયજનક સપાટી ૭.૭૦ મીટરથી નીચે ૭ મીટરે પાણી વહી રહ્યું છે. આમ ભાઠેના ખાડી સિવાયની તમામ ખાડીઓમાં પાણી ભયજનક સપાટીથી ઉપ