ઉપરાજ્યપાલનો સંકેતઃ જમ્મુ કાશ્મીરમાં જલ્દી જ યોજાશે ચૂંટણી
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું જિલ્લાના તલવાડામાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન આ જાણકારી આપી. ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ થશે. પાસિંગ આઉટ પરેડ બાદ 1155 જવાન જમ્મુ કાશ્મીર સિવાય જુદી-જુદી વિંગમાં સામેલ થયાં. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ બંન્ને જગ્યાએ પહેલીવાર ઉપરાજ્યપાલની તૈનાતી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઉપરાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી હતી.