ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત
ઉપરાષ્ટ્રપતિશ્રી વડોદરાથી કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં સહભાગી થવા રવાના થયા. વડોદરા ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા એરપોર્ટ ખાતે પ્રોટોકોલ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યા હતા.
ત્યારબાદ તેઓ તુરત જ હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થયા હતા. ઉપરાષ્ટ્રપતિશ્રી કેવડિયામાં યોજાનાર ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં આવતીકાલ તા. ૨૫ નવે. ના રોજ સહભાગી થશે.
उपराष्ट्रपति एम. वेंकैया नायडू ने केवड़िया में सरदार वल्लभभाई पटेल को श्रद्धांजलि दी.