ઉપર સે હમારા ભારત કૈસા દીખ રહા હૈ, સામેથી જવાબ આવ્યો “સારે જહાં સે અચ્છા”
ગુજરાતનાં શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘણીએ સાયન્સ સિટી ખાતે સાયન્સ આઉટરિચ પ્રોગ્રામના ભાગ રૂપે આયોજિત રાકેશ શર્મા સાથે લાઈવ ઈંટરેકશન સેશનમાં ભાગ લીધો હતો. 37 વર્ષ પહેલા, 3 એપ્રિલ 1984 ના રોજ સૌ પ્રથમ વખત અવકાશમાં ગયેલા આપણા દેશના અવકાશયાત્રી ડો. રાકેશ શર્મા સહિતના અનેક મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાયા હતા.
ઈસરો, ગુજકોસ્ટ અને સાયન્સ સિટી દ્વારા સાયન્સ સીટી ખાતે આજથી શરૂ થયેલા સાત દિવસીય આઉટરીચ પ્રોગ્રામ ગગનયાન ના શુભારંભ પ્રસંગે જીતુભાઈ વાઘાણી અને ડો. રાકેશ શર્મા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
આઠ દિવસ માટે 1984માં સ્પેસમાં ભારતીય સ્પેસ સંગઠન અને સોવિયત સંઘના ઇન્ટરકોસમોસ પ્રોગ્રામ માટે એક સંયુક્ત સ્પેસ અભિયાન અંતર્ગત રાકેશ શર્મા આઠ દિવસ સુધી સ્પેસમાં રહ્યા હતા. તેઓ તે સમયે ભારતીય વાયુસેનાના સ્કોડ્રન લીડર હતા.
3 એપ્રિલ 1984 ના રોજ અન્ય સોવિયત અવકાશયાત્રીઓ સાથે સોયુજ ટી-11 માં રાકેશ શર્માનું લોન્ચિંગ થયું. આ ફ્લાઇટમાં અને વર્ષયુત 7 સ્પેસ સેન્ટરમાં તેઓ ઉત્તરી ભારતની ફોટોગ્રાફી અને ગુરૂત્વાકર્ષણના અભ્યાસ કર્યા હતા.
તે સમયના પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધી રાકેશ શર્મા સ્પેસમાં હતા ત્યારે તેમને ટેલીફોન દ્વારા પૂછ્યું હતું કે, ઉપર સે ભારત કૈસા દીખ રહા હૈ, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, સારે જહાં સે અચ્છા.