ઉપલેટામાં ટ્રકમાં સંતાડેલો ૨૨ લાખનો દારૂ ઝડપાયો
ફિલ્મી ઢબે સ્વિફ્ટ ચાલક કરી રહ્યો હતો પાયલોટીંગ-પોલીસે આઈશરના ડ્રાઇવર સાથે જૂનાગઢ પાસે રહેતો કાના હમીર ખાંભલાને ઝડપી તેમની પૂછપરછ શરૂ કરી
ઉપલેટા, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે છતાં રોજબરોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે. આજે રાજ્યના ઉપલેટાની પોલીસે લાખો રૂપિયાનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઇશર ટ્રકમાં ખેંપ મરાઈ રહેલા દારૂ સાથે પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર પણ ઝડપી પાડી છે.
ઉપલેટાના પોરબંદર નેશનલ હાઇવે પર ગણોદ ગામના પાટિયા પાસેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. ઉપલેટા પોલીસને અગાઉથી જ આ ખેપની બાતમી મળી ગઈ હતી. પોલીસે આ દરોડામાં અડધો કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે પોરબંદર નેશનલ હાઇવે પરથી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે
દરમિયાન આઈસર દારૂ બીયર ભરીને પસાર થઈ રહ્યું હતું જેને સ્વિફ્ચ કાર પાયસલોટિંગ કરી રહી હતી. પોલીસને અગાઉથી આ મામલે ટીપ મળી ગઈ હતી. દરમિયાનમાં પોલીસે તપાસ કરતા અંદરથી ૨૨ લાખથ રૂપિયાનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ-બીયરનો જથ્થો અને કાર સાથે કુલ ૩૨.૨૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
અડધા કરોડનો દારૂ અને મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવાાં આવ્યા છે. પોલીસે આઈશરના ડ્રાઇવર સાથે જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે રહેતો કાના હમીર ઉર્ફે જેકી ખાંભલાને ઝડપી તેમની પૂછપરછ કરી છે. આ દારૂ ક્યાંથી લાવ્યા અને કોનો છે તેમજ કોને આપવામાં આવી રહ્યો છે તે તપાસના અંતે જાણવા મળશે.