ઉપલેટા નજીક ઇકો કારનો ઇકસ્માત, બે લોકોના મોત
રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપટેલા નજીક અકસ્માત થયો છે. પૂરઝડપે આવી રહેલી ઇકો કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. પોરબંદર હાઈવે તરફથી ઉપટેલા આવી રહેલી ઇકો કારમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. તો અન્ય લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં ભાવી દંપત્તિ લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું મોત થયુ છે.
પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતી સામેલ છે. આ બંને લગ્ન કરવાના હતા. તો અન્ય લોકોને ઈજા પણ પહોંચી છે. ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ દુર્ઘટના સર્જાય હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના પતરા ચીરાય ગયા હતા. ઈજાગ્રસ્તેને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.HS