ઉપેન્દ્ર કુશવાહા જદયુના નવા અધ્યક્ષ બને તેવી સંભાવના

પટણા: ઉપેન્દ્ર કુશવાહાનું કદ જદયુમાં વધી રહ્યું છે કુશવાહા જદયુના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. આ વાતના સંકેત પદાધિકારીઓની બેઠકમાં મળ્યા છે. આ વાત પર ત્યારે વધુ મહોર લાગી જયારે મુખ્યમંત્રી નીતીશકુમારે પોતાના સંબોધનમાં અનેકવાર તેમના કામોની પ્રશંસા કરી અને કહ્યું કે કુશવાહાના આવવાથી પાર્ટી પહેલાથી વધુ મજબુત થઇ છે. પાર્ટીની સ્વીકારોક્તિ તમામ વર્ગોમાં વધી છે. નીતીશે સંકેત આપ્યા કે કુશવાહાને પાર્ટીમાં વધુ મોટી જવાબદારી આપવામાં આવશે એ યાદ રહે કે મોદી મંત્રિમંડળમાં જદયુ કવોટાથી આરસીપી સિંહના મંત્રી બન્યા બાદ સતત જદયુની અંદર એ અટકળો લાગી રહી હતી કે સિંહની જગ્યાએ ઉપેન્દ્ર કુશવાહાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાય છે.
પદાધિકારીઓની બેઠકમાં આરસીપી સિંહે કહ્યું કે કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ પણ સંગઠનનું કામ કરતા રહેશે તેમણે કહ્યું કે જાે પાર્ટી નિર્ણય લેશે તો તે પોતાના કોઇ મજબુત સાથીને જવાબદારી આપવાથી પીછેહટ કરશે નહીં તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં કુશવાહાને જદયુનું સુકાન મળી શકે છે. સિંહે તમામ નેતાઓને મળી સંગઠનને મજબુત કરવાની અપીલ કરી હતી. જયારે મુખ્યમંત્રી નીતીશકુમારે પદાધિકારીઓને લોકોની વચ્ચે જવા અને તેમની સમસ્યાઓને જાણવાની અપીલ કરી તેમણે કહ્યું કે કાર્યકરો લોકોની વચ્ચે જયાં અને જયાં કમી હોય તે જાણવાનો પ્રયાસ કરે અને તાકિદે માહિતી આપે જેથી સમાધાન થાય