ઉબેરની આર્થિક સ્થિતિ ખરાબ થતાં ૪૩પ કર્મચારીઓની છટણી કરી
(એજન્સી) ન્યુયોર્ક, અમેરીકામાં વડુ મથક ધરાવનારી ઉબેર ટેક્ષી એગ્રીટર કંપનીની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાનું કહેવાય છે. ખુદ અમેરીકામાં તેની ખોટના આંકડા પરીકથાની રાજકુમારીની જેમ વધી રહ્યા હતા. કંપનીએ પોતાના પ્રોડક્ટ એન્ડ એન્જીનિયરીંગ વિભાગના કર્મચારીઓની છટણી કરવા માંડી હોવાની માહિતી મળી હતી. આવા ઓછામાં ઓછા ૪૩પ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
અત્રે એ યાદ રહે કે તાજેતરમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે ઓલા ઉબેર જેવી ટેક્ષી કંપનીઓને કારણે ભારતમાં મોટર કારના વેચાણમાં ઘટાડો થયો હતો. આ વખતની છટણી અંગે બોલતા ઉબરના પ્રવક્તાએ કહ્યુ હતુ કે આ વાત સાચી છે. અમે પ્રોડકશન અને એન્જીનિયરીંગ વિભાગના ૪૩પ માણસોની છટણી કરી હતી. જા કે ભવિષ્યમાં અમારી આર્થિક સ્થિતિ ફરી સુધરશે એવી અમને આશા છે.