*ઉમદા “કોવિડ મેનેજમેન્ટ” માટે જીસીએસ હોસ્પિટલને AHPI દ્વારા એક્સિલન્સ એવોર્ડ એનાયત*
ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને AHPI દ્વારા “એક્સીલન્સ ઇન કોવિડ મેનેજમેન્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટ 2021ના રોજ દિલ્હી ખાતે આયોજિત “એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન હેલ્થકેર-2021” એવોર્ડ સમારંભમાં કર્નલ ડો. સુનિલકુમાર રાવ (સીઇઓ – ગુજરાત કેન્સર સોસાયટી), નેહા લાલ (સિનિયર જનરલ મેનેજર –
ઓપરેશન્સ અને એચઆર) અને ડો. અર્પિત પ્રજાપતિ (એસો. પ્રોફેસર – કોમ્યુનિટી મેડિસિન) એ જીસીએસ હોસ્પિટલ વતી એવોર્ડ સ્વીકાર્યો. દર વર્ષે, AHPI (એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇન્ડિયા) દ્વારા વિવિધ કેટેગરીઓ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારી હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવે છે. AHPI વિવિધ ક્ષેત્રોમાં આરોગ્યસંભાળ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલી શ્રેષ્ઠતાને ઓળખે છે અને એવોર્ડ દ્વારા સન્માનિત કરે છે.
કર્નલ ડો.સુનિલકુમાર રાવે એવોર્ડ સ્વીકારતા કહ્યું કે, “કોવિડના સંચાલન માટે શ્રેષ્ઠ હોસ્પિટલના સન્માન બદલ અમે AHPIના આભારી છીએ.
આ સન્માનનો શ્રેય અમારી જીસીએસ ટીમને જાય છે જેમણે કોવિડના કપરા સમય દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને શ્રેષ્ઠ સેવા અને સારવાર ખુબ મેહનત અને લગનથી પુરી પડી પાડી છે. આ એવોર્ડ, જીસીએસ હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને શ્રેષ્ઠ સંભાળ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
જીસીએસ હોસ્પિટલ કોવીડ મહામારીની શરુઆતથી જ કોરોના સામેની લડાઈમાં મોખરે હતી. જીસીએસ હોસ્પિટલ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પણ કાર્યરત હતી, જેથી બિન-કોવિડ દર્દીઓની સારવાર બંધ ન થાય. જીસીએસ હોસ્પિટલમાં 7300+ કોરોના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે, જે ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે એક ગર્વની વાત છે.
જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે