ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ

આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના ઉમધરા ગામે ગામ અગ્રણીઓ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છેકે હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે ઠેરઠેર આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગથી બનાવેલ ઉકાળા બનાવીને લોકોને પીવડાવવામાં આવેછે.ઉમધરા ગામે ગામ અગ્રણીઓ મુળજીબાવા નકુમ તલાટી પરેશભાઇ સરપંચ કંચનભાઈ અને સામાજીક કાર્યકર હરેન્દ્ર રાજ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.પ્રાચીન સમય થી આયુર્વેદિક ઔષધિઓનું આપણી ભારતીય સંસ્કૃતિમાં મોટું મહત્વ રહ્યુ છે.
દરેક વનસ્પતિ કોઈને કોઈ ઔષધીય ગુણો ધરાવતી હોય છે.આજે જ્યારે કોરોના એક વૈશ્વિક મહામારીના રુપે દેખાઈ રહ્યો છે.ત્યારે આયુર્વેદિક ઉકાળાઓ પણ લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયરૂપ થઈ શકે છે.કોરોનાની મહામારીને અંકુશમાં લાવવા તંત્ર તો તેની કામગીરી કરેજ છે.ત્યારે ગામડાઓ અને શહેરોમાં આયુર્વેદિક ઉકાળા બનાવીને વિતરણ કરવામાં આવે છે તે એક સુંદર બાબત ગણાય છે.