Western Times News

Gujarati News

ઉમરગામે મધુરા ટેક્સટાઈલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ) વલસાડ 08062019 : ઉમરગામ તાલુકાના સરીગામ જી.આઈ.ડી.સી.માં આવેલી મધુરા ટેકસટાઈલ કંપની દ્વારા શુક્રવારે બાર વાગ્યાના અરસામાં મંત્રી રમણ પાટકના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના હોદ્દેદારો સહિત ધરમપુરના ધારાસભ્ય તથા સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તથા એસઆઈએના પ્રમુખ અને સભ્યો તથા કંપની સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આવેલા તમામ મહાનુભાવનું પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મહાનુભવો દ્વારા પૃથ્વી ઉપરના વૃક્ષો વિશે ઉદ્ધોધન કરી તમામ લોકોને મહત્વતા સમજાવી હતી, તથા વૃક્ષ જેટલો વાવો જરૂરી છે એના કરતં તેનું જતન કરવું ખૂબ જ જરૂરી છે એમ સમજાવી વૃક્ષની સાર સંભાળ કરવા સૂચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધુરા ટેક્સટાઈલ દ્વારા લવાયેલા ર૦૦ વૃક્ષ મહાનુભવ થકી રોપણ કરવામાં આવ્યું હતું.

ઉપરોકત કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થીત રહેનાર મહાનુભવ મંત્રી રમણ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ, કંપનીના મેનેજિંગ ડીરેકટર બિપિન કાલરા, રસિક રાવલ, વર્ષા રાવલ, ચંદ્રાજી કિરણબેન પટેલ, જીપીસીબીના ગામીત સાહેબ, સિંચાઈ વિભાગના પટેલ, સરપંચ હંસાબેન, ઉપસરપંચ પંકજ રાય, શિરીષ દેસાઈ, કૌશિક પટેલ સહિત ખૂબ મોટી સંખ્યામાં કંપની સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.