ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે ઉજ્જવલા ગેસ કીટનું વિતરણ કરાયું
ઉજ્જવલા ગેસ કીટનું આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વિતરણ કરાયું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજનાની જાણકારી આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે ઉજ્વલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરાયું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આદિજાતિના ખેડૂતોને રાન્ય સરકાર દ્વારા આંબાની કલમો આપવામાં આવશે, જેના માટે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી દેવાની રહશે.
તેમણે સોલાર રૂફટોપ યોજના અપનાવી વીજબીલમાં રાહત મેળવવા જણાવ્યું હતું. આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર આપી તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી કિશોરી યોજના હેઠળ આપવામાં આવતા પ્રોટીનયુકત ખોરાક નિયમિતપણે લેવા અનુરોધ કર્યો હતો. વિધવા પેન્શન, નિરાધારવૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવામાં કોઇ વંચિત ન રહી જાય તે માટે ગામના સરપંચ સહિત અગ્રણીઓ કાળજી લે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે ડહેલીના દોલતભાઇ, અર્જુનભાઇ, કંચનબેન, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ સહિત ગ્રામજનો હાજર રહયા હતા.