ભીલાડના મહીલા સરપંચે દિલ્હીમાં ICONIC WEEKમાં ભાગ લીધો
(પ્રતિનિધિ) ભીલાડ, દેશ ની રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તા.૧૧થી ૧૭ એપ્રિલ સુધી યોજાનારા પદાધિકારીઓના ICONIC WEEK સંમેલનમાં વલસાડ જિલ્લાની ૩૯૦ ગ્રામ પંચાયતોમાંથી ઉમરગામ તાલુકાની મહિલા સંચાલિત પ્રગતિશીલ, વિકાસના કામોમાં હરહંમેશા અગ્રેસર એવી
ભિલાડ ગ્રામ પંચાયતના મહીલા સરપંચ વૈશાલીબેન કપિલ જાદવને અને તા. પં. પ્રમુખ ઉમરગામ રમેશભાઇ ધાંગડાને હાજર રહેવા આમંત્રણ મળેલ હોય જે ભિલાડ ગ્રામ પંચાયત અને ઉમરગામ તાલુકા માટે ગૌરવની વાત હોવાનું જિલ્લા પંચાયત દંડક દિપક ભાઈ મિસ્ત્રી બાંધકામ સમિતી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ
પ્રમુખ દિલીપભાઇ ભંડારી એ જણાવ્યું હતું. તમામ મહાનુભાવો દ્વારા તેઓની સિદ્ધિને બીરદાવી શુભકામના પાઠવવામાં આવી હતી સોમવારના રોજ દિલ્હી ખાતે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ ધાંગડા અને ભીલાડ ગ્રામ પંચાયત સરપંચ વૈશાલીબેન કાર્યક્રમમાં સંમિલિત થયા હતાં.
ઉમરગામ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ધાંગડા અને ભિલાડ ગ્રામ પંચાયત સરપંચ વૈશાલીબહેનની દિલ્હી ખાતે આઇકોન વિક કાર્યક્રમમાં ઉપસ્થિતીને વલસાડ જીલ્લા નું ગૌરવ ગણાવ્યું હતું