Western Times News

Gujarati News

ઉમરેઠના શાહ પરિવારે કોરોના વાયરસ અંગે જાગૃતિની થીમ પર પૌત્રનો જન્મ દિવસ ઉજવ્યો,

(મોહસીન વહોરા, સેવાલીયા) સમગ્ર વિશ્વ પર કોરોના વાઈરસનો કાળો કહેર છવાઈ ગયો છે, જેમાં આપણો આણંદ જિલ્લો પણ બાકાત નથી, કોરોના વાઈરસને પગલે લોકડાઉન અને સામાજિક અંતરના કારણે કોઈ પોતાને ત્યાં આવતા પ્રસંગો પણ ઉજવી શકતા નથી.

ત્યારે આવા નકારાત્મક માહોલમાં પણ સકારાત્મકતાનો સંચાર કરવામાં ચરોતરવાસીઓ પાછા પડતા નથી. ઉમરેઠમાં પણ કોરોના વાયરસના નકારાત્મક માહોલને સકારાત્મક માહોલમાં ફેરવી શાહ પરીવાર દ્વારા પોતાના પૌત્રનો જન્મદિવસ ઘરમાં સામાજિક અંતર જાળવીને “કોરોના વાયરસ અંગે જાગૃતિ”ની થીમ પર ઉજવવામાં આવ્યો હતો. આ અંગે ઉમરેઠના રવી શાહએ જણાવ્યું હતુ કે તેઓના પૂત્ વલ્લભનો ગતરોજ જન્મદિવસ હતો, પ્રથમ જન્મ દિવસ હોવાને કારણે પરિવારના સૌ કોઈ જન્મ દિવસના વધામણા કરવા ઉત્સુક હતા

પરંતુ પ્રવર્તમાન સમયને ધ્યાનમાં રાખી સૌ કોઈને ભેગા કરવા શક્ય ન હતા. જેને પગલે વલ્લભના માતા-પિતા અને દાદા-દાદીએ તે જન્મ દિવસ ઘર માંજ ઉજવ્યો હતો. આ સમયે અત્યાર સુધી ન્યુઝ પેપરમાં આવેલા કોરોના વાઈરસ અંગેના સમાચાર તેમજ જાહેરાતોના કટીંગ સહીત વિવિધ સાહિત્યો સાથે કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવાના સંદેશ સાથે એક ઝાંખી બનાવી હતી, જેમાં વિવિધ કલાકૃતિ ઉમેરીને કોરોના વોરીયર્સને પણ તેઓએ વધાવ્યા હતા,

ર્ડોક્ટર,પોલીસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડતા લોકોને પણ વધાવ્યા હતા. ઉપરાંત ઘરના પગથીયા ઉપર કોઈ ઘરની બહાર ન નિકળો જેવા સૂત્રો લખ્યા હતા તેમજ છેલ્લે કોરોના વાયરસથી મૃત્યુ સમયે કોઈ સાથે નથી હોતુ તેવું નનામી સાથે દર્શાવ્યું હતુ. કોરોના વાયરસના પગલે લોકડાઉનમાં કેક ન મળતી હોવાને કારણે બિસ્કીટ કટ કરી જન્મદિવસ ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.