ઉમરેઠ સંતરામ મંદિર સંચાલિત બી. ડી. પટેલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર મશીનનું લોકાર્પણ કરાયું

આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ હોસ્પિટલમાં હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ‘વેન્ટીલેટર મશીન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત સંસ્થા પાછલા ઘણા વર્ષોથી દર્દીઓને રાહતદરે સારવાર આપતી રહી છે.
બીજી રીતે જોઈએ તો આ સંસ્થા આજુબાજુ ના ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. આ દવાખાના માં હાલમાં ગાયનેક, સર્જન, ફિજીશિયન, એમ.બી.બી.એસ સહિતના ડૉકટરો દ્વારા સેવા આપવામાં આવે છે. દરરોજની લગભગ ૧૦૦ની આજુબાજુની સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવે છે.
આ સંસ્થામાં દર્દીઓ માટે કેસ વિના મૂલ્યે કાઢી આપવામાં આવે છે. હાલમાં જ્યારે ખાનગી ડોકટરોની ગળાકાપ પ્રેક્ટિસ વચ્ચે આ સંસ્થા ની સેવાકીય કામગીરી ખરેખરમાં વખાણવા લાયક છે. સ્વ.લક્ષમણ દાસ પરશુરામ ભાગવાની ચેરીટેબલ ટ્રસ્ટ ના રાધેશ્યામ ભાઈ દયાલભાઈના હસ્તે વેન્ટિલેટર મશીન દાન કરવામાં આવ્યું છે. આ વેન્ટિલેટર મશીનનાં લોકાર્પણ સમયે પૂ.ગણેશદાસજી મહારાજ, પૂ.નિગુર્ણદાસજી મહારાજ, શ્રી દેવાંગભાઈ પટેલ, ઈપકો વાળા તથા ડૉકટરશ્રીઓ હાજર રહ્યા હતા.