ઉમર-પ્રતીક મુનમુનને ઈમ્પ્રેસ કરવા માટે શર્ટલેસ થયા
મુંબઇ, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજી’નું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફોલોઅર્સની સંખ્યા ખાસ્સી વધારે છે. સીરિયલમાં જેમ ‘જેઠાલાલ’ હંમેશા ‘બબીતાજી’ને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા રહે છે તેવું જ કંઈક હાલમાં પ્રતીક સહજપાલ અને ઉમર રિયાઝે કર્યું.
તેઓ બંનેએ મુનમુનને ઈમ્પ્રેસ કરવા માટે શર્ટ ઉતારી દીધો. આ બધુ થયું ‘ધ ખતરા ખતરા ખતરા શો’માં. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા તેમના શોની નવી સીઝન લઈને આવી ગયા છે. આ શોના દરેક એપિસોડમાં નવા-નવા સેલેબ્સ આવશે અને મજેદાર ટાસ્ક કરશે.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના શોમાં ખૂબ જલ્દી પ્રતીક સહજપાલ અને ઉમર રિયાઝ પણ સાથે જાેવા મળશે. બિગ બોસ ૧૫ના ઘરમાં પ્રતીક અને ઉમરના ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ ‘ધ ખતરા ખતરા ખતરા શો’માં તેઓ મસ્તી કરતા જાેવા મળશે.
તેમની સાથે ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા પણ હશે. મેકર્સે ‘ધ ખતરા ખતરા ખતરા શો’ના આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં ઉમર રિયાઝ અને પ્રતીક સહજપાલ, મુનમુન દત્તાને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી બંને પોતાનો શર્ટ ઉતારી દે છે અને ટોન્ડ બોડી ફ્લોન્ટ કરે છે.
આ જાેઈને મુનમુન દત્તા શરમાઈ જાય છે અને પોતાનો ચહેરો છુપાવી લે છે. હકીકતમાં, ભારતી અને હર્ષે જ ઉમર તેમજ પ્રતીકને મુનમુન દત્તાને ઈમ્પ્રેસ કરવાનો ટાસ્ક આપ્યો હોય છે. તેમા કોણ જીતશે તે તો આગામી એપિસોડમાં જ જાણ થશે.
અન્ય એક પ્રોમોમાં નિક્કી તંબોલી પ્રતીક સહજપાલ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે જ પ્રતીક શરમાઈ જાય છે અને ઘૂંટણ પર બેસીને નિક્કીને ગુલાબ આપી પ્રપોઝ કરે છે. મુનમુન દત્તા ઘણીવાર ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તે જાતિસૂચક ટિપ્પણી કરીને ચર્ચામાં આવી હતી. ત્યારે તેની સામે બિનજામીન પાત્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા મુનમુન દત્તાએ માફી માગી હતી.SSS