ઉમલ્લા માર્ગ પર રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો ગ્રામજનોએ અટકાવી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં બેફામ રીતે ઓવરલોડ પાણીની નિતરતી રેતી તથા રોયલ્ટી ચોરી કરી વાહનો ચાલી રહ્યા છે જેના કારણે અકસ્માત તથા કરોડોના ખર્ચે બનાવેલા ધોરીમાર્ગોને મોટું નુકસાન થઈ રહ્યું છે જે એક વ્યાપક પ્રશ્ન છે.ઝઘડિયા તાલુકાના અશા પાણેથા ઉમલ્લા ગામ પાસેથી પસાર થઈ રહેલા માર્ગ ઉપર થી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકોના પગલે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.
માર્ગ પર દોડી રહેલી ઓવેલોડ ટ્રકોને અટકાવી ભરૂચ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી ટ્રક ચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.અશાના ગામજનોએ જણાવ્યું હતું કે રોયલ્ટી વગરની ગાડીઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે તેઓએ માર્ગને નુકસાન થતું હોવાનું તેમજ માર્ગની બાજુમાં આવેલા અમારા ખેતરોના પાકને પણ નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું.વારંવાર ટ્રક ચાલકોને જાણ કરી હોવા છતાં ટ્રક ચાલકો ધ્યાને ન લેતા અમે ભરૂચ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી.
ખાણ ખનીજ વિભાગના કર્મીઓએ રોયલ્ટી વગરની ગાડીઓ ઝડપી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અશા ગામજનોએ સ્થાનિકે રોયલ્ટી વગરની ગાડીઓ અહીથી જતી હોવાના આક્ષેપ કર્યા હતા અને જવાબદાર તંત્રને સોંપી હતી. ભરૂચ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરી હતી.અશા, પાણેથા તેમજ ઉમલ્લા માર્ગ પર દોડતા ઓવર લોડ વાહનોથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓવરલોડ દોડતા વાહનો સામે શું કાર્યવાહી થશે તે તો આવનારો સમય જ બતાવશે.