ઉમિયા મંદિર મોડાસા ખાતે માઁનુ તેડું આમંત્રણ પત્રિકાનુ ઉમંગભેર સામૈયું

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોડાસા ઉમિયા મંદિર ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ મંત્રી તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા સમાજ ના વડીલો યુવાનો અને બહેનો દ્વારા ઉમિયા માતાજી ઉંઝા સંસ્થાન દ્વારા યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ ” માઁ નુ તેડું” આમંત્રણ પત્રિકા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

જેમાં સમાજ ના પ્રમુખ શ્રી અમૃતભાઇ પટેલ મંત્રી શ્રી દિનેશભાઇ પટેલ તથા ઉમિયા મંદિરના પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ મંત્રી શ્રી અંબાલાલ પટેલ તથા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ઉમિયા પરીવાર ના ભક્તો એ સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત ઉમિયા સંસ્થા ઊંઝા થી સંગઠન સમિતિ ના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ તથા અરવલ્લી જિલ્લા સંગઠન સમિતિ કન્વીનર સંજયભાઈ પટેલ તથા ઉમિયા પરીવાર ના પ્રમુખ દિલીપભાઇ પટેલ તથા તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારો મિનેષભાઇ પટેલ શશીકાંતભાઇ પટેલ આશિષભાઇ પટેલ સુરેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ રમેશભાઈ પટેલ જતીનભાઇ પટેલ જગદીશભાઇ પટેલ પ્રભુદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ સૌએ હાજર રહી માઁ ના નિમંત્રણના ઉમિયા માતા જય ઘોષ સાથે વધામણા કરી સમાજ ના દરેક કંપા અને શહેર માં નિમંત્રણ પહોચાડી આમંત્રણ આપવા આહવાન કર્યુ હતુ. latest gujarati news from gujarat