ઉમેદપુર(જીવણપુર) ગામે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
178 લાભાર્થીઓએ લાભ લીધો.
મોડાસા તાલુકાના ઉમેદપુર(જીવણપુર) ગામે દૂધ મંડળી ખાતે અરવલ્લી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ઘ્વારા આરોગ્ય નિદાનનો કેમ્પ યોજવામાં આવતા 178 વ્યક્તિ ઓ એ લાભ લીધો.દરેક નું બ્લડ ગ્રુપ, બીપી,ડાયાબિટીસ સહિતના રોગો ની ચકાસણી કરવામાં આવી.હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, આરોગ્ય સમિતિ ના ચેરમેન ડૉ. ચિરાગભાઈ ઉપાધ્યાય, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વર્મા ,, ડૉ. કૌશલભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી જી. સી. પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જિજ્ઞાબેન ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહીત કરી આરોગ્ય વિશે ની સવિશેષ જાણકારી આપી હતી..અને ર્ડા. નેહાબેન પટેલ, ડૉ. રાજીવ બરંડા, ડૉ. સરસ્વતિબેન સહિત આરોગ્ય કર્મચારીઓએ સુંદર કામગીરી કરી હતી તથા સાબરડેરીના અધિકારીઓ જગદીશભાઈ પટેલ, ડાહ્યાભાઈ, હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહેલ હતા.. સુંદર કામગીરી બદલ દૂધ મંડળી ના ચેરમેન અરુણભાઈ પટેલ અને સૌ ગ્રામજનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.