ઉમેદપુર(જીવણપુર) ગામે એન.એસ.એસ.ની સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ:29મીએ સમાપન
મોડાસા: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સલગ્ન અને ધ મ.લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી એલ. જે. ગાંધી(બાકોરવાળા) બી.સી.એ તથા ડૉ. એન. જે. શાહ પી.જી.ડી.સી.એ કોલેજ મોડાસા દ્વારા ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના(NSS) પ્રવૃત્તિ અંતર્ગત ઉમેદપુર(જીવણપુર) ગામમાં તારીખ 23/02/2020 થી 29/02/2020 દરમિયાન સાત દિવસીય વાર્ષિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત આજરોજ તારીખ 24/02/2020 ના રોજ શિબિર નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો જેમાં સમારોહ ના અધ્યક્ષ તરીકે મ.લા.ગાંધી ઉ.કે.મંડળના પ્રમુખ એન.આર. મોદી , મુખ્ય મહેમાન તરીકે બી.સી.એ કોલેજ ના પ્રભારી મંત્રી શ્રી એ.જે મોદી , શિબિરના ઉદ્દઘાટક તરીકે શ્રી કનુભાઈ બી.પટેલ (નિવૃત પી.આઈ) ,અતિથિ વિશેષ તરીકે શ્રી રામભાઈ ધુલાભાઈ પટેલ અને શ્રી રામભાઈ કહ્યાભાઈ પેટલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત બી.સી.એ કોલેજ ના પ્રિં.ડૉ જયદીપ ભાઈ ત્રિવેદીએ કર્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ એન.એસ.એસ શિબિરાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ સમજાવ્યું હતું.