ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે: પંચનો નિર્દેશ
નવી દિલ્હી, ચૂંટણી પંચે કોરોના સમયે ચૂંટણી કરાવવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. નવી ગાઇડલાઇન અનુસાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને થર્મલ સ્કેનર જેવી ચીજો ચૂંટણી સમયે જરૂરી રહેશે. ચૂંટણી પંચે ઉમેદવારોને ઓનલાઇન નોમિનેશન ફોર્મની સુવિધા પણ આપી છે. પંચે શુક્રવારે જારી કરેલા નિયમો પ્રમાણે ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગ કરવામાં આવશે. સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી રહેશે.
ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે. એક પોલિંગ બૂથ પર ૧૫૦૦ની જગ્યાએ ૧૦૦૦ મતદારોને જ બોલાવવામાં આવશે.વોટિંગના એક દિવસ પહેલાં પોલિંગ સ્ટેશન સેનિટાઇઝ કરવામા આવે. દરેક બૂથના એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્કેનર લગાવવામા આવે. દરેક મતદારની એન્ટ્રી પર થર્મલ ચેકિંગ થાય.
જો કોઇ મતદારનું પહેલું રીડિંગ નિર્ધારિત તાપમાનન કરતા ઉંચું આવે તો તેનું ટેમ્પરેચર ફરી માપવામા આવે. બીજી વખત પણ જો ટેમ્પરેચર વધારે આવે તો તેને ટોકન/સર્ટિફિકેટ આપીને વોટિંગના છેલ્લા કલાકમાં બૂથ પર આવવાનું કહેવામાં આવશે. નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને ઉમેદવારો ઓનલાઇન જ ભરી શકશે. તેની પ્રિન્ટ ચૂંટણી અધિકારીને સોંપવી પડશે. સોગંદનામું પણ ઓનલાઇન દાખલ કરી શકાય છે. તેની પ્રિન્ટ પાસે રાખી શકાય છે. નોટરાઇઝેશન બાદ તેને નોમિનેશન સાથે ચૂંટણી અધિકારીને સોંપી શકાય છે.
ઉમેદવાર ડિપોઝીટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. કેશ આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. નોમિનેશન ફોર્મ સોંપતી વખતે ઉમેદવાર સાથે બેથી વધુ લોકો નહીં આવી શકે. તેમને બેથી વધુ ગાડીઓ લઇ જવાની મંજૂરી નહીં મળે. નોમિનેશન ફોર્મ લેવાની , તેની સ્ક્રૂટિની તેમજ ચૂંટણી ચિહ્ન આપવાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં પૂરતી જગ્યા રહે.SSS