ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો

(સારથી એમ.સાગર)અમદાવાદ, ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં તમામ પ્રકારની દવાઓ ખૂબ જ ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થશે તેમજ વિના મૂલ્યે મેડિકલ સાધનો વપરાશ માટે આપવામાં આવશે.
ઉમ્મત માનવતા ટ્રસ્ટના દાતાઓ કે જેમણે આ મેડિકલ સ્ટોર ચાલુ કરવા ઉદાર મને દાન કર્યું અને ટ્રસ્ટના ફરહાન મન્સૂરી, મઝહરખાન, તોફીક શેખ, અબ્દુલ વહાબ વોહરા, તૌફીક મન્સૂરી અને બીજા સાથીઓના અથાગ પરિશ્રમ અને કુશળ કાર્યશીલતાને લીધે આ મેડિકલ સ્ટોર ચાલુ કરવામાં સફળતા મળી છે.
ઉદઘાટન પ્રસંગે કેર પેથોલોજીના સહયોગથી ડાયાબિટીસ અને થાઇરોઇડના ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.અંદાજે ૭૦ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. ઉમ્મત માનવતા મેડિકલ સ્ટોરના લોકાર્પણમાં ઉમ્મત માનવતા ટ્રસ્ટના મેમ્બર્સ તેમજ અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ, શોએબ શેખ લઘુમતી મોરચા પ્રમુખ અમદાવાદ બીજેપી, એઝાજખાન પઠાણ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ AIMIM, શાહપુર પી.આઇ.વાળા સાહેબ અને સામાજિક કાર્યકર જુનેદ શેખે આ પ્રસંગે હાજરી આપી હતી.
હઝરત મુફ્તી હનીફ સાહબ જદા (માંગરોલ) અને હઝરત મોલાના શેખ સલાહુદ્દીન સૈફી સાહેબ (તડકેશ્વર) પણ ઉમ્મત માનવતા મેડિકલ સ્ટોરના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી આદર, આશીર્વાદ અને સૂચનાઓ આપી.
ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આ મેડિકલ સ્ટોર ચાલુ કરવા યોગદાન આપનાર તમામ દાતાઓ અને ઉદ્ઘાટન સમારોહમાં આવેલા તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.