Western Times News

Gujarati News

ઉરી ફિલ્મ સુપરહિટ છતાં યામી ગૌતમને ફાયદો નહી

મુંબઇ, વિકી કોશલ સાથે ઉરી ફિલ્મને રેકોર્ડ સફળતા મળી હોવા છતાં ખુબસુરત યામી ગૌતમ પાસે હજુ પણ અપેક્ષા કરતા વધારે ફિલ્મ આવી રહી નથી. તે મર્યાદિત ફિલ્મ કરી રહી છે. વિકી સાથે તેની ઉરી ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ની યાદગાર ભૂમિકા હતી. તે પહેલા રિતિક રોશન જેવા સુપરસ્ટાર સાથે કાબિલ જેવી સફળ ફિલ્મમાં કામ કર્યા બાદ પણ ખુબસુરત યામી ગૌતમની પાસે વધારે ફિલ્મ આવી રહી નથી. તેની પાસે નહીવત જેવી ફિલ્મ છે.

યામી ગૌતમ આગામી દિવસોમાં સારી ફિલ્મ મળવા માટે આશા ધરાવે છે. યામી ગૌતમને શરૂઆતમાં ઓછી સફળતા મળ્યા બાદ મોટીસફળતા મળવા માટે તે આશાવાદી છે. બોલિવુડમાં પાંચ વર્ષના ગાળામાં તે નિષ્ફળતા અને હારનો સ્વાદ ચાખી ચુકી છે. વર્ષ ૨૦૧૨માં વિકી ડોનર ફિલ્મ મારફતે તે જાણીતી થઇ હતી.

આ ફિલ્મ ચાહકોને ભારે પસંદ પડી હતી. આ ફિલ્મની પટકથા અન્ય ફિલ્મો કરતા જુદા પ્રકારની હતી. એક ફિલ્મની નિષ્ફળતા કલાકાર પર કેટલી અસર કરે છે તે અંગે પુછવામાં આવતા યામીએ કહ્યુ હતુ કે નિષ્ફળતા તમામ માટે લાઇફના એક હિસ્સા તરીકે છે. બદલાપુરની સ્ટાર અભિનેત્રીએ કહ્યુ છે કે હવે સમય સખત પરિશ્રમ માટેનો છે. વિકી ડોનરને મોટી સફળતા હાથ લાગી હતી. તે કઇ ફિલ્મમાં હવે કામ કરી રહી છે તે અંગે પુછવામાં આવતા યામીએ કહ્યુ હતુ કે તે સુપરસ્ટાર રિતિક અને વિકી કોશલ સાથે કામ કર્યા બાદ મોટી ફિલ્મ માટે આશાવાદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.